Iran તા.11
ઈરાન પર હુમલા પહેલા જ ચીને અમેરિકી એકશનની પોલ ખોલી દીધી હતી. સેટેલાઈટથી લોકેશન ચીન ટ્રેક કરતું હતું. ચીની એઆઈ સ્ટાર્ટઅપ મિજાર વિજને દાવો કર્યો છે કે 28મી ફેબ્રુઆરીએ અમેરિકા- ઈઝરાયેલના હુમલાની જાણકારી ચીન પાસે પહેલાથી જ હતી. ઈરાન પર પહેલી મિસાઈલ ચાલે તે પહેલા જ સંકેત મળી ગયા હતા કે અમેરિકા કોઈ મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.
સોશિયલ મીડિયા પર અમેરિકી સૈન્ય તૈયારીઓ સાથે સંકળાયેલી સેટેલાઈટ તસવીરો ઝડપથી ફેલાવા લાગી હતી. હકીકતમાં એક ચીની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટ અપ મિજાર વિઝને દાવો કર્યો છે કે તે આ વિસ્તારમાં અમેરિકી મિલિટરીના જરૂરી સામાનોની લગભગ રિયલ ટાઈમ, હાઈ સિઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજ પબ્લિશ કરી રહ્યું છે.
આ ઈમેજ એફ-22 સ્ટીલ્થ ફાઈટર જેટના ચોકકસ કો ઓર્ડીનેટથી માંડીને ન્યુકિલયર પાવર વાળા એરક્રાફટ કેરિયરના ચોકકસ ડેક કોન્ફિગરેશન સુધી દેખાડે છે. આ તસવીરોમાં રનવે પર ઉભેલા લડાયક વિમાન, રણના એરફિલ્ડ પર ઉતરતા ટ્રાન્સપોર્ટ વિમાન દેખાય છે.
એકસપર્ટસ અને એનાલિસ્ટ્સના અનુસાર મિજાર વિઝનની આ તસવીરોએ સીક્રેસીના પારંપરિક પરદાઓને લગભગ ખતમ કરી નાખ્યા છે. ભલે ફર્મનું કહેવું છે કે તેની ઈમેજ માત્ર કોમર્શિયલ ઉપયોગ માટે છે. જયારે ઓપરેશન એપિક ફયુરી લોન્ચ થયું તો મિજાર વિઝનનો દાવો છે કે તેણે અમેરિકી ગેરાલ્ડ આર ફોર્ડ અને અમેરિકી અબ્રાહમ લિંકન યુધ્ધ જહાજને ટ્રેક કર્યું હતું.
જયારે તે વેસ્ટ એશિયા પાસે પહોંચ્યા હતા ત્યાં સુધી કે તેણે મરીટાઈમ પેટ્રોલ જેટ્સની મુવમેન્ટસને કેરિયર્સની પોઝીશન્સ સાથે જોડવા માટે ફલાઈટ ટ્રેકીંગ સોફટવેરનો પણ ઉપયોગ કર્યો હતો.
મિજાર વિઝન દ્વારા લિસ્ટ કરાયેલમાંથી અનેક મિલિટરી જગ્યાઓને બાદમાં ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાના નિશાન બનાવાયા, જો કે, ચીન અને ઈરાન વચ્ચે કલાસિફાઈડ ડેટા લિંકના કોઈ સીધા પુરાવા નથી.

