Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય

    May 4, 2026

    આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત

    May 4, 2026

    દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય
    • આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત
    • દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક
    • ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ રદ થશે? IPLની વર્તમાન સિઝન પૂર્ણ થયા બાદ સમીક્ષા
    • Sunil Narine ની IPL માં 200 વિકેટ : પ્રથમ વિદેશી બોલર
    • સૂર્યકુમાર ખૂદ ખરાબ ફોર્મથી નિરાશ છે : બૂમરાહને સાથી બોલરોના સપોર્ટની જરૂર :Jayawardene
    • ચોક્કા-છગ્ગા હવે નોર્મલ : IPL માં એક સરખી પેટર્નથી દર્શકો કંટાળવાનું જોખમ
    • Akshay Kumar તબુનો રોલ કપાવી નાખ્યાનો પ્રિયદર્શનનો ઈન્કાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»China પાણીમાં બનાવશે ડેટા સેન્ટર, સર્વરને હંમેશા ઠંડુ રાખવા
    ટેક્નોલોજી

    China પાણીમાં બનાવશે ડેટા સેન્ટર, સર્વરને હંમેશા ઠંડુ રાખવા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 18, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચીન દ્વારા હવે એક નવી અજાયબી તૈયાર કરવામાં આવી રહી છે. અજાયબી એટલા માટે કારણ કે ચીન હંમેશાં શક્ય ન હોય એવું જ કરીને દેખાડે છે. હાલમાં ચીન પાણીની અંદર એક AI ડેટા સેન્ટર બનાવી રહી છે. સર્વરને ઠંડા રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે. આ પાણીનો ઉપયોગ વધુ ન થાય એ માટે ચીન દ્વારા હવે પાણીની અંદર જ આ ડેટા સેન્ટર બનાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડેટા સેન્ટરમાં પ્રોસેસર ખૂબ જ ગરમ થતાં હોવાથી એને ઠંડા રાખવા જરૂરી છે.

    શાંઘાઈના દરિયા કિનારાની નજીક હવે પાણીમાં ડેટા સેન્ટર બનાવવાનું ચીન દ્વારા જૂનમાં શરુ કરવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં હવે ચીન આગળ નીકળવા માગે છે. ચીનનો આ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેમાં તેઓ હજારો લાખો ગેલન પાણીનો ઉપયોગ કરીને ડેટા સેન્ટરને ગરમીથી દૂર રાખશે. એનર્જી પર ફોકસ કરનાર થિંક ટેન્ક એમ્બરના એનાલિસ્ટ શબ્રિના નાધિલાએ આ વિશે કહ્યું, ‘કાર્બન ઓછું કરવા માટેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ ચીનનો આ ખૂબ જ બોલ્ડ નિર્ણય કહી શકાય. આ નિર્ણયથી દુનિયાની ઘણી કંપનીઓ એ રીતે ડેટા સેન્ટર બનાવવા માટે પ્રેરિત થઈ શકે છે.’

    ડેટા સેન્ટરમાં તમામ માહિતીનો સંગ્રહ થાય છે તેમ જ કૉમ્પ્યુટિંગ કામ પણ એમાં કરવામાં આવે છે. આથી આ પાછળ ખૂબ જ વધુ પ્રોસેસર અને GPUનો ઉપયોગ થાય છે. યુઝર્સ પણ હવે AIનો વધુ ઉપયોગ કરી રહ્યા છે અને ડિમાન્ડ પણ વધી રહી હોવાથી આ ડેટા સેન્ટર વધુ ગરમ થશે. આથી ડેટા સેન્ટર દ્વારા ખૂબ જ વિપુલ પ્રમાણમાં વીજળી અને પાણીનો ઉપયોગ થાય છે. આ સર્વર સતત કામ કરે છે અને દરેકને એકમેકની ખૂબ જ નજીક ગોઠવવામાં આવ્યા હોય છે. આ સર્વર દ્વારા જે ગરમી ઉત્પન્ન થાય છે એ કોઈ કામમાં નથી આવતી એથી એ ત્યાં હાજર પ્રોસેસર અને સર્વર પર અસર કરે છે અને એ ડેમેજ થાય છે. એના કારણે ડેટાને પણ નુક્સાન થવાનો ભય છે. આ માટે તેમને સતત ઠંડા કરવાની પ્રોસેસ ચાલુ રાખવી પડે છે.રિસર્ચર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આ પ્રકારના ડેટા સેન્ટર દ્વારા પાણીની અંદર રહેલી બાયોડાયવર્સિટીને નુક્સાન પહોંચી શકે છે. ડેટા સેન્ટર તો ઠંડા થઈ જશે, પરંતુ પાણી જે ગરમી શોષે છે એના કારણે પાણી ગરમ થાય છે. આ ગરમ પાણી ફરી દરિયામાં આવતાં ધીમે-ધીમે પાણીનું ટેમ્પરેચર વધતું જશે જે જોખમી થઈ શકે છે. 2022માં રિલીઝ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર આ પ્રકારના ડેટા સેન્ટર જે પાણી છોડે છે એ ખૂબ જ ગરમ હોય છે. તેમ જ એમાં ઓક્સિજનની માત્રા પણ નહીંવત્ હોય છે જે દરિયાની અંદર રહેલા જીવને ખૂબ જ નુક્સાન કરી શકે છે.

    ધ શાંઘાઈ ડેટા સેન્ટરને હાઇલાન્યુન કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ ડેટા સેન્ટરને ત્યાંથી થોડે જ અંતરે આવેલી વિન્ડ ફાર્મ સાથે કનેક્ટ કરવામાં આવશે. પવનચક્કી દ્વારા એનર્જી ઉત્પન્ન કરવામાં આવે છે. ડેટા સેન્ટરને જરૂરી એનર્જીની 97 ટકા એનર્જી પવનચક્કીમાંથી મેળવવામાં આવશે. આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં 198 સર્વર રેકનો ઉપયોગ કરવામાં આવશે. એમાં 396થી લઈને 792 AI આધારીત સર્વરનો સમાવેશ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં એનું શેડ્યૂલ કરવામાં આવ્યું છે.

    OpenAI દ્વારા 2022માં લાર્જ લેન્ગવેજ મોડલ GPT-3.5 ને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મોડલ જેટલો જ કૉમ્પ્યુટિંગ પાવર શાંઘાઈનું ડેટા સેન્ટર ઉત્પન્ન કરશે. પાણીની અંદર જે ડેટા સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે એ પાઇપનો ઉપયોગ કરીને રેડિએટરમાંથી પાણી પસાર કરશે. આ પાણી સર્વર અને અન્ય જગ્યાએ ગરમી હશે એને શોષી લેશે.

    ડેટા સેન્ટર દ્વારા જેટલી પણ વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે એમાંથી 40 ટકા વીજળી ફક્ત એને ઠંડા કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ માટે પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તેમ જ પાણીને ઠંડું કરવા અને ત્યાર બાદ ડેટા સેન્ટર હોય ત્યાં એને એક લેયરના આધારે સ્પ્રે કરવા માટે પણ વીજળીનો ઉપયોગ થાય છે. આ રીતે ટેમ્પરેચરને નીચું લાવવામાં આવે છે. આ માટે પાણીને જમીનમાંથી, નદી અથવા તો તળાવમાંથી લાવવામાં આવે છે. ઘણી જગ્યાએ વેસ્ટ વોટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

    Build Underwater CHINA Data Center
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Chinaની નોંધપાત્ર સિદ્ધિ: એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી

    April 25, 2026
    રાષ્ટ્રીય

    Anthropicના AI Tool Mythos સામે ભારતમાં એલર્ટ: નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026
    ટેક્નોલોજી

    ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત: Chandrayaan-2ના ડેટાથી જાણવા મળ્યું

    April 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    Chinaમાં સાપનો વ્યવસાય: કરોડો કમાતી મહિલાઓ

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ: દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Chinaના President Xi Jinping Hormuz Stratના ખુલવાથીથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું: Trump

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય

    May 4, 2026

    આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત

    May 4, 2026

    દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક

    May 4, 2026

    ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ રદ થશે? IPLની વર્તમાન સિઝન પૂર્ણ થયા બાદ સમીક્ષા

    May 4, 2026

    Sunil Narine ની IPL માં 200 વિકેટ : પ્રથમ વિદેશી બોલર

    May 4, 2026

    સૂર્યકુમાર ખૂદ ખરાબ ફોર્મથી નિરાશ છે : બૂમરાહને સાથી બોલરોના સપોર્ટની જરૂર :Jayawardene

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય

    May 4, 2026

    આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત

    May 4, 2026

    દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.