China,તા.22
ચીનની એક 29 વર્ષીય મહિલાએ પોતાનાં શોખને એક નફાકારક વ્યવસાયમાં ફેરવી દીધો છે. આ મહિલા પોતાનાં ફાર્મમાં 60 હજારથી વધુ ઝેરી સાપ ઉછેરી રહી છે. તે આ સાપનું ઝેર, તેલ અને માંસ વેચીને તે વાર્ષિક 1.35 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.
`ધ ગર્લ હુ કલેક્ટ સ્નેક વેનમ’
સોશિયલ મીડિયા પર ‘ધ ગર્લ હુ કલેક્ટ સ્નેક વેનમ’ના નામે પ્રખ્યાત આ મહિલા જણાવે છે કે આ કામ જીવલેણ જરૂર છે, પરંતુ સાચી ટેકનિકનો ઉપયોગ કરીને અને બહાદુરીથી તેણે તેને એક સફળ વ્યવસાયમાં પરિવર્તિત કરી દીધો છે. આ અનોખું કામ હવે વિશ્વભરનાં લોકો માટે આશ્ચર્ય અને પ્રેરણાનો વિષય બન્યું છે.
જોખમી કામ
સાપનાં વ્યવસાય સાથે જોડાયેલી આ મહિલાનું કહેવું છે કે, આ કાર્યમાં દરરોજ જોખમ રહેલું હોય છે, તેથી દરેક ડગલું અત્યંત સાવધાનીથી ભરવું પડે છે. સાપનાં ઝેરનો ઉપયોગ મેડિકલ અને રિસર્ચ ક્ષેત્રમાં પણ કરવામાં આવે છે.

