Morbi,તા.20
હળવદ તાલુકાના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં ચાર દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવ સંદર્ભે હવે સમાપક્ષેથી ઇજા પામેલા યુવાને ફરિયાદ નોંધાવેલ છે સરા રોડ ઉપર આવેલ આસોપાલવ સોસાયટી મકાન નંબર 78 ખાતે રહેતા દિલીપભાઈ ધરમશીભાઈ લબકામણા (42) એ બળદેવ ભૂદરભાઈ કંઝારીયા, રમીલા બળદેવભાઈ કંઝારીયા, સોનલ, અરવિંદભાઈ હરજીભાઈ, વાસુદેવભાઈ છગનભાઈ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે મયાપુર ગામની સીમમાં ફરિયાદીની ગામોટિયું નામની વાડીએ આરોપીઓ જમીન બાબતે બોલાચાલી કરી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત કુલ છ વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે

