Gondal તા.18
ક્યાંક ને ક્યાંક વિવાદ માં રહેતા ગોંડલ નગરપાલિકાનાં ચિફ ઓફિસર અશ્વિનભાઇ વ્યાસ સામે સતાધીશો સાથે સાંઠગાંઠ રાખી ગેરરીતી તથા ભ્રષ્ટાચાર આચરતા હોવાની સ્ફોટક રજુઆત તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિહ ઝાલાએ મુખ્યમંત્રીને કરી ચિફ ઓફિસર સામે ખાતાકીય પગલા ભરવા જણાવાયું છે.
કોંગ્રેસ પ્રમુખ ની રજુઆત નાં પગલે પાલીકા વર્તુળો માં ચકચાર જાગી છે.હર્ષદસિહ ઝાલાએ રજૂઆત માં જણાવ્યુ કે ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ ને ગોંડલ નગરપાલિકામાં ફરજ નાં ત્રણ વર્ષ પુરા થવા છતા બદલાવાતા નથી.કારણ કે એ સતાધિસોનું પ્યાદુ બની ગેરરીતીઓ કે ભ્રષ્ટાચાર માં ભુમિકા ભજવી રહ્યા છે.
થોડા મહીનાઓ પુર્વે ડોર ટુ ડોર કચરા કલેક્શન નાં ટેન્ડરિંગ વેળા સુરત દરબાર વેસ્ટ કોર્પોરેશન નાં માલીક ને નીચુ ટેન્ડર ભર્યુ હોવા છતા ચિફ ઓફિસર તથા અન્ય સતાધીશો એ પાલીકાની સરકારી ગાડી માં અપહરણ કરી જઈ તેને મારકુટ કરી બળજબરી થી ટેન્ડરિંગ માંથી ખસી જવા અંગે સોગંદનામુ કરાયા ની ચકચારી ઘાટના માં ગોંડલ બી’ડીવીઝન પોલીસ માં બનાવ અંગે પોલીસ ફરિયાદ થવા છતા આ ગુનાહિત કૃત અંગે ચિફ ઓફિસર વ્યાસ સામે સતાધીશો ની મહેરબાની થી કોઈ ખાતાકીય પગલા લેવાયા નથી.ગત જન્માષ્ટમી પર્વ માં ભાજપ નાં આગેવાનો નાં ફોટા સાથે શુભેચ્છાઓ પાઠવતા મોટા હોર્ડીંગ શહેર માં ઠેરઠેર લગાવાયાં હતા.આ હોર્ડીંગ નાં બીલ નગરપાલિકામાં ઉધારી જાહેર નાણા નો જાણી જોઈ ને દુર્વય કરાયો છે.
શહેર માં નવા બાંધકામો માં એફએસઆઈ નિયમ માં ચિફ ઓફિસર દ્વારા ગેરકાયદેસર છુટછાટો આપી લાખો રુપીયા નો ભ્રષ્ટાચાર આચરાયો છે.બહુમાળી બિલ્ડીંગો ને જાનહાની ની પરવા કર્યા વગર મનસ્વી રીતે મંજુરી આપી ખિસ્સા ભરાયા છે.
જો કોઈ માહિતી અધિકાર અંગે માહીતી માંગે તો એનકેન પ્રકારે માહીતી છુપાવવા કે માહિતી ના મળે તેવી દબંગગીરી ચિફ ઓફિસર વ્યાસ દાખવી રહ્યા છે.
ગોંડલ માં રાજાશાહી સમય નાં બે પુલ જર્જરીત હોવા અંગે હાઇકોર્ટ માં થયેલી પીઆઇએલ ની મેટર માં રાજ્ય સરકાર દ્વારા ચિફ ઓફિસર સામે ખાતાકીય તપાસ નો આદેશ કરાયો હતો.જે આજસુધી માત્ર કાગળ ઉપર રહ્યોછે.
આમ ભાજપ નાં આગેવાનો અને નગરપાલિકાનાં સતાધીશો નાં કહ્યાગરા બની રહેલા ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ સામે ખાતાકીય તપાસ હાથ ધરી યોગ્ય કરવા રજૂઆત માં જણાવાયું છે.હર્ષદસિહ ઝાલાએ મુખ્ય મંત્રી ઉપરાંત નગરપાલિકા પ્રાદેશિક નિયામક સહિત રજુઆત કરી છે.

