Surat,તા.૨૦
સુરતના પાલનપુર જકાતનાકા પાસે ગ્રાઉન્ડ પ્લસ ૩ માળની બિલ્ડિંગમાં દાદર તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. બનાવની જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગારી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમે ૧૯ લોકોની રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, સુરતના પાલનપુર જકાતનાકા પાસે સરસ્વતી પાર્ક ટાઉનશિપ ખાતે ૩ માળની બિલ્ડિંગમાં દાદર તૂટી પડતાં દોડધામ મચી હતી.
દુર્ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે.

