તન્વી એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારી લાલભાઈ સરધારાને ગોળી મારી હત્યા નિપજાવી લૂંટ સાથે હત્યાના આરોપીઓને ઝડપી લેવાયા
Rajkot, તા.૧૫
રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં બનેલી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. આજી વસાહત વિસ્તારમાંથી પસાર થઈ રહેલા તનવી ગોલ્ડના કર્મચારીને ત્રણથી ચાર લૂંટારુઓએ આંતરી ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. કર્મચારીને છાતીના ભાગે ગોળી મારતા મોત નિપજ્યું હતું.
આ ઘટનાના નવા ઝ્રઝ્ર્ફ પણ સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના રાજકોટ પ્રવાસ અગાઉ જ પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા ખાસ ૩ અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ભયાનક ગુના પાછળ પરપ્રાંતિય શખ્સોની ગેંગ સક્રિય હતી. એટલું જ નહીં, આ લૂંટ અને હત્યાને અંજામ આપવા માટે ચોક્કસ માહિતી આપનાર શખ્સની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના નવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે આરોપીઓની અવરજવર અને ગુનાની પદ્ધતિ સ્પષ્ટ થઈ છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓને રાજસ્થાનથી દબોચી લેવામાં આવ્યા છે અને હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં આ કેસની વધુ તપાસમાં કેટલાક વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. ટૂંક સમયમાં જ પોલીસ દ્વારા આ મામલે એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ વિગતો જાહેર કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં ધોળા દિવસે લૂંટારુઓએ ફાયરિંગ કરીને સોનાના દાગીનાની બેગ લૂંટી લીધી અને ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા. સમગ્ર ઘટનાના ઝ્રઝ્ર્ફ ફૂટેજમાં લૂંટારુઓની હિલચાલ કેદ થઈ છે. ઝ્રઝ્ર્ફ ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે લાલજીભાઈ દાગીનાની બેગ લઈને નીકળે છે. તે દરમિયાન બે જેટલા લૂંટારુઓ તેમની પાસે આવે છે.જ્યારે અન્ય સાગરીતો કારમાં બેઠેલા હોવાનું જોવા મળે છે.આ દરમિયાન લૂંટારુઓ લાલજીભાઈ પર ફાયરિંગ કરે છે અને તેમની પાસેથી સોનાના દાગીનાની બેગ પડાવીને ફરાર થઈ જાય છે.
આ ફાયરિંગની ઘટનામાં લાલજીભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.હવે પોલીસ દ્વારા સામે આવેલા ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. લૂંટારુઓ કયા રસ્તે આવ્યા હતા, કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો અને કઈ દિશામાં ફરાર થયા તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.સવાલ એ છે કે, આટલી ગંભીર ઘટનાને અંજામ આપનારા લૂંટારુઓ પોલીસની પકડમાં ક્યારે આવશે? ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

