એક ખૂબ જ ઊંડી અને વિચારપ્રેરક બોધકથા જોઇએ.પ્રાચીન સમયમાં એક જ્ઞાની પંડીત પોતાના એકને મળવા દૂરના એક ગામમાં જઇ રહ્યા હતા.રસ્તામાં તેમને મહાકાલ નામનો સહયાત્રી મળે છે.પંડીતે જોયું કે મહાકાલ જે ગામમાં રોકાતો તે ગામમાં કોઇને કોઇના મૃ્ત્યુની ઘટના બનતી હતી.પંડીતે જ્યારે તેને પુછ્યું તો મહાકાલે પોતાનું અસલી રૂપ બતાવ્યું અને કહ્યું કે હું યમદૂત છું,પ્રાણોનું હરણ કરવું એ મારૂં કામ છે.પંડીતે ગભરાઇને પુછ્યું કે હવે આગળ કોનું મૃત્યુ થવાનું છે? ત્યારે મહાકાલ કહે છે કે તમે જે મિત્રને મળવા જઇ રહ્યા છો તેનું મૃત્યુ થવાનું છે.આ સાંભળીને પંડીત ગભરાઇ જાય છે અને પાછો પોતાના ગામ પરત જવા લાગ્યો ત્યારે મહાકાલે તેને રોક્યો અને કહ્યું કે જે થવાનું છે તેને કોઇ ટાળી શકતું નથી,તે જ સમયે તેનો મિત્ર કે જેને મળવા તે જઇ રહ્યો હતો તે આવી પહોંચે છે અને પંડીતની નજરની સામે જ હ્રદયરોગના હુમલાથી તેનું મૃત્યુ થાય છે.
પંડીતે ધ્રુજતાં ધ્રુજતાં પોતાનું મૃત્યુ ક્યારે થવાનું છે તેના વિશે પુછે છે ત્યારે મહાકાલ કહે છે કે આજથી છ મહિના પછી બીજા રાજ્યમાં તને ફાંસી આપવામાં આવશે અને આ રીતે તારૂં મૃત્યુ થશે.પંડીતે પોતાના રાજ્યના રાજા પાસે જઇ તેમનું શરણું લે છે.રાજાએ તેને છ મહિના સુધી પોતાના મહેલમાં સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરી પરંતુ ભાગ્યનો ખેલ જુવો ! પંડીતને ઉંઘમાં ચાલવાની બિમારી હતી જેની તેને પોતાને ખબર નહોતી.મૃત્યુની રાતે પંડીત ઉંઘમાં જ ચાલીને બીજા રાજ્યના રાજાના શયનકક્ષમાં પહોંચી જાય છે.સવારમાં રાજાએ તેને જોઇને ક્રોધના આવેશમાં પંડીતને મૃત્યુ દંડની સજા સંભળાવી દીધી. સત્ય જાણ્યા પછી રાજાને ઘણો જ પસ્તાવો થાય છે પરંતુ હવે સજામાં ફેરફાર થઇ શકે તેમ નહોતો.રાજાના મંત્રીઓએ સલાહ આપી કે પંડીતને બચાવવા કાચા દોરાનો ફાંસો બનાવીને સજા પૂર્ણ કરવામાં આવે પરંતુ વિધિના વિધાનને કોન બદલી શકે? કાચા દોરાનો બનાવેલ ફાંસો તો તૂટી ગયો પરંતુ તેનાથી પંડીતના ગળાની નસ કપાઇ ગઇ અને અતિશય લોહી વહેવાના કારણે પંડીતનું મૃત્યુ થયું.
આ બોધકથા અમોને એ બોધ આપે છે કે મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે,તેનાથી બચવાનો પ્રયાસ કરવો નિરર્થક છે.અમારે મૃત્યુથી ગભરાવવું ના જોઇએ પરંતુ અમારે અમારા કર્મો સુધારવા જોઇએ,દરેક જીવનો મૃત્યુનો સમય નિશ્ચિંત હોય છે.મૃત્યુ ભય નથી,જીવનનો એક તબક્કો છે.
જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ.મ્રુત્યુનો સમય આવતાં યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે અને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે,આ પ્રક્રિયાને જ મ્રુત્યુ કહે છે. સામાન્ય રીતે જ્યાં સુધી અગ્નિદાહ આપવામાં આવે ત્યાં સુધી જીવાત્મા શરીરની આસપાસ જ રહે છે. પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે.દરેક જીવાત્માને જન્મના ચાલીસ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

