New Delhi ,તા.24
દેશમાં ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત બનાવવા માટે રિઝર્વ બેંકે મોટું પગલું ભર્યું છે. 1 એપ્રિલ 2026 થી તમામ પ્રકારનાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન, પછી તે UPI હોય, કાર્ડ હોય કે વોલેટ, તેમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) અનિવાર્ય રહેશે.
નવા નિયમ હેઠળ દરેક પેમેન્ટ માટે બે સ્તર પર ઓળખ જરૂરી રહેશે. જેમાં પાસવર્ડ અથવા પિન અને મોબાઈલ/OTP જેવા વિકલ્પો સામેલ છે. નિષ્ણાતોના મતે, સામાન્ય ગ્રાહકોને બહુ મોટો ફેરફાર અનુભવાશે નહીં, કારણ કે અત્યારે પણ મોટાભાગના વ્યવહારો OTP અને પિન દ્વારા જ થાય છે.
વિદેશી ચૂકવણી પણ નજર રાખવામાં આવશે
નવી જોગવાઈઓ હેઠળ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પર વધારાની તપાસ કરવામાં આવશે. જરૂર જણાય તો યુઝર પાસેથી વધુ વેરિફિકેશન માંગવામાં આવી શકે છે. RBI એ એ પણ સ્પષ્ટ કર્યું છે કે વિદેશી અને ઓનલાઇન કાર્ડ પેમેન્ટમાં પણ 2ઋઅ નિયમો 1 ઓક્ટોબર 2026 સુધીમાં લાગુ કરી દેવામાં આવશે

