Surendranagarતા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદની અસર હેઠળ પરવાળા અને ગેડી ગામ વચ્ચેનું નાળું ધોવાઈ ગયું છે. આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. બંને ગામ વચ્ચેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યું છે. આના કારણે આજુબાજુના આઠ ગામના લોકોને આવવા-જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ માર્ગનો ઉપયોગ કરતા 400થી વધુ લોકોની રોજિંદી અવરજવર પ્રભાવિત થઈ છે. સ્થાનિક લોકોની અનેક રજૂઆતો બાદ તંત્ર દ્વારા ગેડી અને પરનાળા વચ્ચે લાખો રૂપિયાના ખર્ચે કોઝવે બનાવવામાં આવ્યો હતો. પરંતુ કામગીરી યોગ્ય રીતે ન થવાના કારણે વરસાદમાં નાળું ફરીથી ધોવાઈ ગયું છે. હાલ આ વિસ્તારના તમામ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે.