Bengaluru, તા.૯
વાયુસેના પ્રમુખ અમરપ્રીત સિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાની કાર્યવાહી અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, આપણી સેનાએ ૬ પાકિસ્તાની વિમાનોને તોડી પાડ્યા હતા. તોડી પાડવામાં આવેલા વિમાનોમાં પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક જાસૂસી વિમાન છઉછઝ્રજી હતા. તમને જણાવી દઈએ કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થયેલા નુકસાન અંગે ભારતીય વાયુસેના તરફથી આ પહેલું સત્તાવાર નિવેદન છે. બેંગલુરુમાં એક કાર્યક્રમમાં બોલતા એર ચીફ માર્શલ એપી સિંહે હવાઈ હુમલા માટે એર ડિફેન્સ સિસ્ટમને શ્રેય આપ્યો હતો. તેમણે કહ્યું કે, “આ આપણા કરેલા નુકસાન (બહાવલપુર – જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય) ના પહેલા અને પછીની તસવીરો છે. લગભગ અહીં કોઈ અવશેષ બચ્યું નથી. આસપાસની ઇમારતો લગભગ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આપણી પાસે ફક્ત સેટેલાઇટ છબીઓ જ નહીં, પરંતુ સ્થાનિક મીડિયાના ચિત્રો પણ હતા, જેના દ્વારા આપણે અંદરની તસવીરો મેળવી શકીએ છીએ.” તેઓએ જણાવ્યું કે, આપણે જે “બિગ બર્ડ” ને તોડી પાડ્યું, તે કદાચ (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ) અથવા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ હતું, જેના વિનાશથી પાકિસ્તાનની હવાઈ શક્તિને ભારે ફટકો પડ્યો છે. છઈઉશ્ઝ્ર/ઈન્ૈંદ્ગ્ વિમાનને ૩૦૦ કિલોમીટરના અંતરેથી નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમણે આતંકવાદી ઠેકાણાઓની સેટેલાઇટ છબીઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, થોડા અઠવાડિયા પહેલા પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, જેમાં ૨૬ નિર્દોષ લોકો માર્યા ગયા હતા, ભારતે ૭ મેના રોજ તેના લશ્કરી કાર્યવાહીમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને સોથી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા એર ચીફ માર્શલ સિંહે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે, પહલગામની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કેટલા નિર્દોષ લોકો માર્યા ગયા હતા. દેશ માટે જવાબ આપવો જરૂરી હતો. આ સંદેશ ફક્ત લોન્ચપેડ પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ, પરંતુ આતંકવાદી નેતૃત્વને પણ પડકારવો જોઈએ. આ વિચારને ધ્યાનમાં રાખીને, અમે અન્ય એજન્સીઓ સાથે મળીને નવ સ્થળોને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું.
તેમણે કહ્યું કે, આ કાર્યવાહીમાં બહાવલપુર અને મુરીદકે સ્થિત બે આતંકવાદી મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય પર હુમલા પહેલા અને પછીના સેટેલાઇટ ફોટા પણ બતાવ્યા, જેમાં આતંકવાદી નેતૃત્વના રહેણાંક વિસ્તાર અને મીટિંગ હોલને ચોકસાઈથી નાશ કરવામાં આવ્યો હતો.
એપી સિંહના જણાવ્યા મુજબ, કુલ આઠ એજન્સીઓ અને ત્રણેય સેનાઓએ આ મિશનમાં ભાગ લીધો હતો. સાત લક્ષ્યો સરહદની નજીક હતા, જ્યારે બે આતંકવાદી નેતૃત્વના ગઢની અંદર નિશાન બનાવવામાં આવ્યા હતા. શસ્ત્રોમાંથી સીધા પ્રાપ્ત થયેલા વીડિયો ફૂટેજમાં હુમલાઓની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે, તે ખૂબ જ સારી રીતે વિચારીને અને આયોજિત કામગીરી હતી, જેમાં અમે દિવસ અને લક્ષ્ય નક્કી કર્યું હતું. પરિણામ એ આવ્યું કે, પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે, ભારત ફક્ત સરહદ પારના લોન્ચપેડ પર જ નહીં, પરંતુ આતંકવાદી માળખાના કેન્દ્ર પર પણ હુમલો કરી શકે છે.