Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Duleep Trophy 2026-27 માટે ઈસ્ટ ઝોનની ટીમ જાહેર
    ખેલ જગત

    Duleep Trophy 2026-27 માટે ઈસ્ટ ઝોનની ટીમ જાહેર

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૩ ઓગસ્ટથી બેંગલુરુમાં રમાનારી ટુર્નામેન્ટમાં ઈશાન કિશનને કેપ્ટન જ્યારે વૈભવ સૂર્યવંશીને વાઇસ-કેપ્ટનશીપ સોંપાઈ

    New Delhi, તા.૩૦

    આગામી ૨૩ ઓગસ્ટથી બેંગલુરુમાં શરૂ થઈ રહેલી પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક રેડ-બોલ ટૂર્નામેન્ટ દલીપ ટ્રોફી ૨૦૨૬-૨૭ માટે ઈસ્ટ ઝોનની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે મળેલી સિલેક્શન કમિટીની બેઠકમાં પસંદગીકારોએ મોટો દાવ ખેલ્યો છે. આ ટીમમાં વિકેટકીપર બેટ્‌સમેન ઈશાન કિશનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે બિહારના માત્ર ૧૫ વર્ષના યુવા બેટ્‌સમેન વૈભવ સૂર્યવંશીને વાઇસ-કેપ્ટનની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સિલેક્ટર્સના આ ચોંકાવનારા નિર્ણય પર ભારતના જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને રેડ-બોલ ક્રિકેટના વાસ્તવિક આંકડાઓ રજૂ કરીને સોશિયલ મીડિયા પર પસંદગીકારોની નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

    વૈભવ સૂર્યવંશીને આટલી નાની ઉંમરે સીનિયર રેડ-બોલ ટીમની ઉપ-કપ્તાની સોંપવા પર હર્ષા ભોગલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોતાની નારાજગી ઠાલવી છે. હર્ષા ભોગલેએ પોસ્ટ શેર કરતા લખ્યું કે,

    “મને એ સમજાતું નથી કે વૈભવ સૂર્યવંશીને એક સીનિયર રેડ-બોલ ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવા પાછળ પસંદગીકારોની શું વિચારસરણી છે? તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર ૧૨ ઇનિંગ્સ રમી છે, જેમાં ૧૭.૨૫ની સામાન્ય એવરેજથી ફક્ત ૨૦૭ રન બનાવ્યા છે. તેનું ટેલેન્ટ અસાધારણ છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ રેડ-બોલ ક્રિકેટમાં હજુ તેની શીખવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને તે અત્યારે એકદમ શરૂઆતના સ્ટેજ પર છે.”

    હર્ષા ભોગલેના આ નિવેદન બાદ ક્રિકેટ ફેન્સ અને વિવેચકો વચ્ચે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે. કેટલાક લોકોનું માનવું છે કે નેતૃત્વની આટલી મોટી જવાબદારી આપતા પહેલા વૈભવને ડોમેસ્ટિક ક્રિકેટમાં વધુ રન બનાવવાની અને મોટો અનુભવ મેળવવાની તક આપવી જોઈતી હતી. બિહારના ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ તાજેતરના મહિનાઓમાં આઈપીએલ (ૈંઁન્), લિસ્ટ-એ ક્રિકેટ અને ઝિમ્બાબ્વે સામેની ્‌૨૦ સીરિઝ જેવા ટૂંકા ફોર્મેટમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ભારતીય ક્રિકેટ જગતમાં ભારે સનસનાટી મચાવી દીધી છે. સીમિત ઓવરોના ક્રિકેટમાં તેના આ શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેને ઈસ્ટ ઝોનની વાઇસ-કેપ્ટનશિપ સોંપી દીધી છે. પરંતુ ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે વ્હાઇટ-બોલ અને રેડ-બોલ બંને સંપૂર્ણપણે અલગ ફોર્મેટ છે, તેથી માત્ર શોર્ટ ફોર્મેટના આધારે ચાર-દિવસીય કે પાંચ-દિવસીય મેચો માટે આટલી મોટી જવાબદારી આપવી ઉતાવળિયો નિર્ણય કહી શકાય.

    આ વિવાદ વચ્ચે રસપ્રદ બાબત એ છે કે ઈસ્ટ ઝોનની આ ૧૫ સભ્યોની ટીમમાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને અનુભવી બોલર મુકેશ કુમાર પણ સામેલ છે. લાંબા સમયથી ઈજા અને અન્ય કારણોસર ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર ચાલી રહેલા મોહમ્મદ શમી માટે આ ટૂર્નામેન્ટ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવા માટે ગોલ્ડન ચાન્સ સમાન છે. સીનિયર ખેલાડીઓની હાજરી વચ્ચે ૧૫ વર્ષના વૈભવને વાઇસ-કેપ્ટન બનાવવાનો આ પ્રયોગ દલીપ ટ્રોફીમાં કેવો સાબિત થાય છે, તેના પર હવે આખા ક્રિકેટ જગતની નજર રહેશે.

    દલીપ ટ્રોફી માટે ઈસ્ટ ઝોનની સંપૂર્ણ સ્ક્વોડઃ ઈશાન કિશન (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી (વાઇસ-કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન, સુદીપ કુમાર ઘરામી, શાહબાઝ અહેમદ, સૂરજ સિંધુ જયસ્વાલ, મોહમ્મદ શમી, મુકેશ કુમાર, કુમાર કુશાગ્ર, શિખર મોહન, અનુકૂલ રોય, વિરાટ સિંઘ, સુભ્રાંશુ સેનાપતિ, ડેનિશ દાસ અને અભિજીત સરકાર.

    Duleep Trophy 2026-27
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad-Vadodaraમાં વરસાદનું રેડ ઍલર્ટ જારી, કાલે તમામ સ્કૂલ -કોલેજોમાં રજા
    Next Article Amreliના ભોજલધામ ખાતે ઇતિહાસ રચાયો, પૂજ્ય ભોજલરામ બાપાને ધરાવાયો ૧૦ ફૂટ વ્યાસનો અનોખો બાજરાનો રોટલો
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Women’s Asia Cupની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય

    September 14, 2026
    ખેલ જગત

    Shreyas Iyerના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી; અફઘાન લડવૈયાઓનો સામનો કરશે

    September 11, 2026
    ખેલ જગત

    India and Afghanistan વચ્ચે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થશે

    September 8, 2026
    ખેલ જગત

    વધુ વિચારશો નહીં, ફક્ત રન બનાવો, Ishan Kishanએ તેની ઐતિહાસિક ૨૭૦ રનની ઇનિંગ પછી કહ્યું

    September 8, 2026
    ખેલ જગત

    દુલીપ ટ્રોફી ફાઇનલમાંથી બહાર થયા બાદ Karun Nairનો પસંદગીકારોને યોગ્ય જવાબ, સદી ફટકારી

    September 8, 2026
    મનોરંજન

    Mahendra Singh Dhoni અને Manoj Tiwari વચ્ચેનો સંબંધ ફક્ત ઓળખાણ કે મિત્રતા પૂરતો મર્યાદિત નથી

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,670
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 00:02
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.