Mumbai તા.6
એક સમયના ટોચના ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓનો અંત દેખાતો નથી અને એક બાદ એક કેન્દ્રીય એજન્સીઓ તેમના નિવાસ અને વ્યવસાયના સ્થળો પર દરોડા પાડી રહી છે તથા તેમના 3 હજાર કરોડથી વધુની કિંમતના આવાસને પણ એટેચ કરાયુ છે.
તે વચ્ચે આજે ફરી એક વખત ઈડીએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર પર મુંબઈ અને હૈદરાબાદ સહિત અનેક સ્થળો પર દરોડા શરુ કર્યા છે. કંપની અને તેના એકઝીકયુટીવના 10થી12 લોકેશન પર ઈડીની 15 ટીમ હાલ તપાસ કરી રહી છે.
અનિલ અંબાણીએ તા.27 ફેબ્રુ.ના ઈડી સમક્ષ હાજર થવાનું હતું. જેમાં તે હાજર ન થયા બાદ આ પ્રથમ દરોડા છે. ઈડીના જણાવ્યા મુજબ તે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહી છે.
અનિલ ધીરુભાઈ અંબાણી તથા તેની કંપનીઓના રૂા.40 હજાર કરોડ જેટલા બેંકીંગ અને કોર્પોરેટ ફ્રોડ અંગે તપાસ ચાલી રહી છે. અગાઉ રિલાયન્સ કોમ્યુનીકેશન અને અન્ય કંપનીઓ પર પણ દરોડા પડયા હતા.

