તાલુકો પોલીસની ટીમે દરોડો પાડી રૂ ૬૧૦૦ ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યા
Rajkot તા.૧૪
શહેરના ગોંડલ રોડ પર રસુલપરા શેરી નંબર ૧૫ માં જુગારધામના દરોડામાં ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને જુગટુ રમતા ઝડપી પાડ્યા હતા અને રૂપિયા ૬૧૦૦ નો મુદ્દામાલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે કબજે કર્યો હત અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એ.એસ.આઇ.ભુપેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ બાળા, જયસુખભાઈ વાઘેલા મહિલા કોન્સ્ટેબલ મોનિકાબેનની સંયુક્ત રાહે બાતમી મળેલકે ગોંડલ રોડ રસુલપરા શેરી નંબર ૧૫માં રહેણાંકના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે દરોડો પાડતા રસુલપરામાં રહેતા ઈકબાલ કાસમભાઈ બુકેરા (મકાન માલિક) હકીમ ઈસ્માઈલ બુકેરા, સમીર હકીમભાઈ બુકેરા, અલ્પેશ રમણીકભાઈ ગોટેચા, પોપટ પરામાં રહેતા નિલેશ મનહરભાઈ ભાસ્કર, માર્કેટ યાર્ડ પાસે રહેતા અંજુબેન ચંદુભાઈ રાઠોડ, ઉમિયા ચોક પાસે કાવ્યા પેલેસમાં રહેતી ભાવનાબેન શૈલેષભાઈ ગોહિલ, ભગવતીપરામાં રહેતી મુમતાજબેન અબ્દુલભાઈ સમા ને જુગટુ રમતા ઝડપી પાડ્યા હતા અને રૂ ૬૧૦૦ નો મુદામાલ તાલુકા પોલીસ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

