ટેક્સ અને સ્પેન્ડિંગ બિલ ગત મહિને પ્રતિનિધિ સભામાં એક વોટથી પાસ : સેનેટ દ્વારા તેની સમીક્ષા થઈ રહી છે
Washington તા.૪
અબજપતિ કારોબારી અને ટેક્નોલોજી જગતના દિગ્ગજ એલન મસ્કે ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ અને ખર્ચ બિલ (tax-and-spending bill) પર આકરા પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એલન મસ્કે આ બિલને ખુબ જ જઘન્ય (disgusting abomination) ગણાવતા કહ્યું કે આ બિલ ખર્ચને વધારશે. આ સાથે જ મસ્કે લખ્યું કે ’માફ કરો. પરંતુ હું હવે વધુ સહન કરી શકું નહી…’ આ કોંગ્રેસનું ખર્ચથી ભરેલું, વાહિયાત અને શરમજનક બિલ છે. જે લોકોએ તેના પક્ષમાં મતદાન કર્યું છે તેમને પોતાના પર શરમ આવવી જોઈએ. કારણ કે તેઓ જાણે છે કે તેમણે ખોટું કર્યું.
મસ્કે ચેતવ્યા કે આ બિલ અમેરિકાની પહેલેથી જ વિશાળ બજેટ ખાદ્યને વધારીને ૨.૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડી દેશે. જેનાથી દેશ પર અસ્થિર કરજનો બોજો વધુ વકરશે.
અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ એલન મસ્કે ગવર્નેમેન્ટ એફિશિયન્સી વિભાગ (DOGE)ના ચીફ પદેથી રાજીનામું આપ્યું હતું. જેની જવાબદારી હતી કે ફેડરલ ખર્ચા ઘટાડવા.
તેમણે આ વિવાદિત બિલથી પોતાને સ્પષ્ટ રીતે અલગ કરી લીધા છે.
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરોલીન લેવિટે એલન મસ્કની ટીકાને હળવાશથી લેતા કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલેથી જ જાણતા હતા કે એલન મસ્ક આ બિલ વિશે શું વિચારે છે. પરંતુ એલન મસ્કનું આ પગલું તેમના (ટ્રમ્પ) દ્રષ્ટિકોણને બદલશે નહીં. આ બિલ બ્યુટીફુલ બિલ છે અને રાષ્ટ્રપતિ તેના પડખે છે. અત્રે જણાવવાનું કે આ બિલને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આર્થિક નીતિની કરોડ ગણાવ્યું છે. જ્યારે મસ્ક તેને બેકાબૂ ખર્ચાનું પ્રતિક માને છે.
એલન મસ્કે ૨૦૨૪માં ટ્રમ્પના ચૂંટણી અભિયાન પાચળ ૨૫૦ મિલિયન ડોલરથી વધુનું દાન કર્યું હતું. આ માટે તેમણે ‘Deficit Optimization and Government Efficiency (DOGE)’ નામની પહેલને પણ લીડ કરી પરંતુ હવે તેને બંધ કરી દેવાઈ છે. તેનો હેતુ સરકારી ફાલતુ ખર્ચાને જડમૂળથી ખતમ કરવાનો હતો.