Tehran,તા.26
નવી દિલ્હીમાં બ્રીકસ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાલના અમેરિકા-ઈરાન વચ્ચેનો યુદ્ધના તનાવ જોવા મળ્યો હતો અને ઈરાન તથા યુએઈના વિદેશમંત્રીઓ બાખડી પડયા હતા.
આ બેઠકમાં ભાગ લેવા આવેલા ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ધરીબાબાદીએ ઈરાન પરના લશ્કરી આક્રમણમાં યુ.એ.ઈ. સહિતના ગલ્ફના દેશોએ સાથ આપ્યો હતો. તેઓએ આ દેશોમાં અમેરિકાને તેની લશ્કરી સુવિધાનો ઉપયોગ ઈરાન પરના આક્રમણ માટે કરવાનો આરોપ મુકાયો હતો.
તેઓએ દાવો કર્યો કે, યુએઈની અમારા પર હુમલો કરવા ઉડેલા દરેક વિમાનના ઉડાન સમય-તારીખ અને માંગનો અમોએ હિસાબ રાખ્યો છે તથા આ અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘને 120 નોંધ મોકલાઈ છે.
જો કે યુએઈના વિદેશ મંત્રીઓ ઈરાન ગલ્ફના દેશો પર કરેલા હુમલાને ત્રાસવાદી કૃત્ય ગણાવ્યુ હતું તથા ઈરાને રાષ્ટ્રસંઘ ચાર્ટરના ભંગ કર્યો હતો તથા સારા પાડોશી બની શકયા નથી. આ અંગે બન્ને પક્ષો તરફથી દલીલો થઈ હતી.

