New Delhi,તા.06
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોક લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સાનિયા ચંડોક ગ્રેવિસ ગ્રૂપના ચેરમેન રવિ ઘઈની પૌત્રી છે. સાનિયા ચંડોક અર્જુનની બહેન સારા તેંડુલકરની ખાસ દોસ્ત છે.મુંબઈના મહાલક્ષ્મી રેસ કોર્સમાં આ ભવ્ય લગ્ન સમારંભનું આયોજન કરાયું હતું, જેમાં ક્રિકેટ, મનોરંજન અને રાજકીય ક્ષેત્રની અનેક હસ્તીએ હાજરી આપી હતી. આ લગ્ન સમારંભમાં રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, રવિ શાસ્ત્રી, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, ઈરફાન પઠાણ, અજીત અગરકર, અજિંક્ય રહાણે તેમજ અમિતાભ બચ્ચન, આમિર ખાન અને શાહરૂખ ખાન પણ જોવા મળ્યા હતા.

