એવર-કેર હોસ્પિટલના મુખ્ય તબીબ ડો. આઝમ ઝાહીદે પત્રકારોને શનીવારે મધરાતે આપેલી મુલાકાતમાં કહ્યું કે, ‘તેઓની સ્થિતિમાં સુધારો થશે તેમ કહી શકાય તેમ નથી.’ તેઓ અત્યારે અતિ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. તેઓની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે.
દરમિયાન તેઓના પુત્ર તારિક રહેમાન તેઓના પત્ની ડો. ઝુબૈદા રહેમાન અને તેમનાં બેરિસ્ટર પુત્ર ઝૈયા રહેમાન સાથે ગુરૂવારે ઢાકાના શાહ જલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચતાં પંચાસ હજાર જેટલી માનવ મેદનીએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
તારિક રહેમાન અત્યારે ‘બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી’ (બીએનપી)ના કાર્યકારી અધ્યક્ષ છે.શનિવારે તેઓ હોસ્પિટલ પર બે કલાક રોકાયા હતા. મધરાતે પોતાનાં નિવાસ સ્થાને પાછા ફર્યા હતા. તેઓની સાથે તેમના પત્ની ડૉ. ઝુબૈદા પણ હતા. ડૉ. ઝુબૈદા ઝિયા હોસ્પિટલ પહોંચ્યાં ત્યારથી સાસુમાની સેવામાં રહ્યાં છે. તબીબોએ તેઓને કહી દીધું છે કે, ‘જો અલ્લાહની કૃપા હશે તો તેઓ આ નાજુક પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશે.’

