Manavadar,તા.8
બાંટવા શહેરમાં જુલેલાલ ધામ ટ્રસ્ટ-બાંટવા દ્વારા જનહિતાર્થે આ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ રવિવાર તારીખ 11/01/2026 ના રોજ સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાશે. કેમ્પનું સ્થળ શ્રી લાડી લોહાણા સિંધિ પંચાયતની વાડી, તળાવ રોડ, ગલી નં. 7, બાંટવા રાખવામાં આવ્યું છે. આ આરોગ્ય કેમ્પમાં વિવિધ ક્ષેત્રોના અનુભવી અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા લોકોની મફત આરોગ્ય તપાસ કરવામાં આવશે.
કેમ્પ દરમિયાન કિડની, હૃદય, ડાયાબિટીસ, સ્ત્રીરોગ, બાળકોના રોગો, ચામડીના રોગો, હાડકા તથા સાંધાના રોગો, દાંત, કાન-નાક-ગળા રોગો સહિત વિવિધ આરોગ્ય સમસ્યાઓનું નિદાન કરવામાં આવશે. આ સાથે જરૂરિયાતવાળા દર્દીઓ માટે BP, RBS, BMD, ન્યુરોપેથી તથા PFT જેવી તપાસો પણ સંપૂર્ણ નિ:શુલ્ક કરવામાં આવશે.
કેમ્પના આયોજકો તરીકે કૈલાસભાઈ અડવાણી તથા પ્રકાશભાઈ લાલવાણી દ્વારા સમગ્ર વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે.જુલેલાલ ધામ ટ્રસ્ટ-બાંટવા દ્વારા સૌ નાગરિકોને આ નિ:શુલ્ક આરોગ્ય કેમ્પમાં હાજરી આપી પોતાનું આરોગ્ય ચકાસાવા માટે વિનંતી કરવામાં આવી છે.

