New Delhi તા.20
ભારતમાં આતંકી હુમલાના સતત ઝળુંબતા ખતરા તથા ડ્રગ્સની વધતી દાણચોરી વચ્ચે મુંબઈ-દિલ્હી સહિત ચાર એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર્સ લગાવવામાં આવશે.
એરપોર્ટની સુરક્ષા સંભાળતી સીઆઈએસએફના સૂત્રોએ કહ્યું કે અત્યાર સુધી માત્ર પ્રાયોગીક ધોરણે અમલ હતો તે સફળ થતા હવે કાયમી ધોરણે અમલ હતો તે સફળ થતા હવે કાયમી ધોરણે અમલી થશે.
આ માટે બ્યુરો ઓફ સિવિલ સિકયુરીટીને દરખાસ્ત કરવામાં આવી છે. તેના તરફથી મંજુરી મળ્યા બાદ અમલ કરાશે. પ્રથમ તબકકે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર તથા કોચ્ચી એરપોર્ટ પર લગાવાશે અને તબકકાવાર દેશના અન્ય વિમાનીમથકોને પણ સામેલ કરાશે.
દિલ્હી-મુંબઈ જેવા કેટલાંક અતિ સંવેદનશીલ એરપોર્ટ પર સીઆઈએસએફ ફેસીયલ રિકગ્નીશન સીસ્ટમ આધારિત સીસીટીવી કેમેરા લગાવી રહી છે અને તેમાં એઆઈનો ઉપયોગ કરાય રહ્યો છે. હાલ લાવારિસ ચીજો શંકાસ્પદ ચીજો અથવા શંકાસ્પદ હિલચાલના એલર્ટ મળે છે. આવનારા દિવસોમાં વોન્ટેડ શખ્સો તથા આતંકવાદી-ગેંગસ્ટરોના ફોટા પણ રેકર્ડમાં મુકાશે.

