New Delhi,તા.22
ફિફા વર્લ્ડ કપનો હેંગઓવર હજુ ઊતર્યો પણ નથી ત્યાં રમતપ્રેમીઓને પોતાનાં ઘેરાવમાં લેવા કોમનવેલ્થ ગેમ્સ તૈયાર છે. આ વખતે આયોજન સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થઈ રહ્યું છે. આ રમતોની આ 23મી આવૃત્તિ છે. આ રમતો માટે અધિકૃત માસ્કોટ ‘ફિન્ની ધ યુનિકોર્ન’ બનાવવામાં આવ્યો છે.
ચોથી વાર મેજબાની : આ ચોથો પ્રસંગ છે જ્યારે સ્કોટલેન્ડમાં આ રમતોનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલાં અહીં 1970 અને 1986માં એડનબર્ગ તથા 2014માં ગ્લાસગોમાં જ રમતો યોજાઈ હતી. ખર્ચનાં કારણે ઓસ્ટ્રેલિયાનાં વિક્ટોરિયા પ્રાંત દ્વારા નામ પાછું ખેંચ્યા પછી ગ્લાસગોને મેજબાની સોંપવામાં આવી હતી.
આઠ રમતોમાં ઊતરશે ભારતીય : ભારતે 125 ખેલાડીઓની ટુકડી મોકલી છે. જેમાં 77 પુરુષ અને 48 મહિલાઓ છે. આ ખેલાડીઓ આઠ રમતોમાં દાવેદારી રજૂ કરશે. જેમાં રિધમિક જીમનાસ્ટિક્સ, એથ્લેટિક્સ, બોલ્સ, બોક્સિંગ, જુડો, સ્વિમિંગ, ટ્રેક સાયકલિંગ અને વેઇટલિફ્ટિંગ સામેલ છે.ભારતના અગ્રણી એથ્લેટ્સમાં નીરજ ચોપરા (જેવલિન થ્રો), સરવેશ કુશારે (હાઇ જમ્પ), મુરલી શ્રીશંકર (હાઇ જમ્પ), પ્રવીણ ચિત્રાબેલ (ટ્રિપલ જમ્પ), પારુલ ચૌધરી (સ્ટીપલચેઝ અને 5000 મીટર), ગુલવીર સિંહ (10 હજાર મીટર), મીરાબાઈ ચાનૂ (વેઇટલિફ્ટિંગ), લવલીના, પ્રીતિ, જેસ્મિન લેંબોરિયા અને નરેંદર બેરવાલ (બોક્સિંગ) સામેલ છે.
કયા સ્થાને કઈ રમત?
સ્થાન………….સ્ટેડિયમ……… ….રમત
ધ હાઇડ્રો ઉદ્ઘાટન સમારોહ નેટબોલ
એસઇસી સેન્ટર 3 x 3 બાસ્કેટબોલ, બોલ્સ,બોક્સિંગ, જુડો
એસઇસી આર્માડિલો વેઇટલિફ્ટિંગ
સ્કોટોસ્ટોન સ્ટેડિયમ એથ્લેટિક્સ
ટીઆઈ ઇન્ટરનેશનલ સ્વિમિંગ સેન્ટર સ્વિમિંગ
કોમનવેલ્થ એરેના રિધમિક જીમનાસ્ટિક્સ
સર ક્રિસ હોય વેલોડ્રોમ ટ્રેક સાયકલિંગ
અગાઉની સરખામણીએ આ વખતે મેડલના દાવ ઓછા હશે
ગયા વખતની સરખામણીએ આ વખતે ભારત માટે મેડલના દાવ ચોક્કસપણે ઓછા હશે કારણ કે પાછલી વખતે કુલ 11 રમતો હતી. ભારતે પાછલી વખતે સૌથી વધુ 12 મેડલ કુસ્તી (રેસલિંગ)માં મેળવ્યાં હતાં, જે આ વખતે રમતોમાં સામેલ નથી.
આ ઉપરાંત ગયા વખતે સાત મેડલ ટેબલ ટેનિસમાં (બે ગોલ્ડ સહિત), બે હોકી, એક ક્રિકેટ અને છ મેડલ બેડમિન્ટનમાં પણ ભારતીય ખેલાડીઓએ મેળવ્યાં હતાં. એવામાં આ વખતે મેડલ ટેલીમાં ભારત માટે ટોપ-5માં રહેવું સરળ નહીં હોય.

