Morbi,તા.29
ખાનપર ગામમાં ગ્રામ્ય મામલતદારની ટીમે રેડ કરી હતી અને મકાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ટીમે ૩૦૭૧ કિલો ઘઉં અને ૨૭૦ કિલો ચોખા તેમજ વાહનો મળીને કુલ રૂ ૪.૩૬ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી ગ્રામ્ય મામલતદાર દ્વારા ખાનપર ગામમાં આવેલ ઘરમાં રેડ કરવામાં આવી હતી ઘરમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો ઘરમાંથી મામલતદાર ટીમે ૩૦૭૧ કિલો ઘઉં અને ૨૭૦ કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો અને સરકારી અનાજ તેમજ બે વાહનો એમ કુલ રૂ ૪ લાખ ૩૬ હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે મોરબી જીલ્લામાં છાશવારે સરકારી અનાજનો જથ્થો મળી આવતો હોય છે અને ખાનપર ગામેથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ટીમે વધુ તપાસ હાથ ધરી છે