Riyadh,તા.19
ઈરાને હવે ગલ્ફના દેશોમાં જે રીતે ઓઈલ-ગેસ મથકો પર હુમલા કરી રહ્યું છે તેથી ઉભી થયેલી કટોકટી વચ્ચે આરબ રાષ્ટ્રોની એક તાકીદની બેઠક રીયાધમાં શરૂ થઈ છે અને આ રાષ્ટ્રો હવે ઈરાન પર સીધુ આક્રમણ કરે તેવા સંકેત છે.
કતારે ઈરાનના તમામ દૂતાવાસ અધિકારી કર્મચારીઓને અનિચ્છનીય જાહેર કરી 24 કલાકમાં કતાર છોડવા આદેશ આપ્યો છે. કતારે જાહેર કર્યુ કે ઈરાને તમામ હદ વટાવી દીધી છે અને ઈરાન સામે હવે પગલા લેવાશે તો સાઉદી વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદે પણ ચેતવણી આપતા કહ્યું કે ઈરાન પરનો ભરોસો તુટી ગયો છે.
જો તહેરાન એમ સમજતુ હોય કે ગલ્ફના દેશો વળતો હુમલો કરી શકતા નથી તો તે ભુલ છે. બીજી તરફ આરબ રાષ્ટ્રોની બેઠકમાં સાઉદી અરેબીયાએ હવે ઈરાન સામે લશ્કરી પગલાની શકયતા નકારી નથી. વિદેશ મંત્રીએ જણાવ્યું કે અમો આક્રમણ કરી પાડોશી દેશને દબાણમાં લાવીશું.

