Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi, Mumbai સહિત ૫ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

    November 12, 2025

    પકડાયેલી મહિલા ડોક્ટર શાહીન શાહીદનો ખૌફનાક પ્લાન Shoba-E-Dawat Decoded થયો

    November 12, 2025

    ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપર હુમલાનો હતો પ્લાન

    November 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi, Mumbai સહિત ૫ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
    • પકડાયેલી મહિલા ડોક્ટર શાહીન શાહીદનો ખૌફનાક પ્લાન Shoba-E-Dawat Decoded થયો
    • ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપર હુમલાનો હતો પ્લાન
    • હિંદુ ધર્મની સરખામણી આરએસએસ સાથે કરવી એ સનાતન ધર્મનું અપમાન છે,Digvijay Singh
    • Delhi રજીસ્ટ્રેશન નંબરવાળી કારમાંથી એક કરોડ રૂપિયા મળી આવ્યા; બધાની અટકાયત
    • Prem Chopra ની તબિયતમાં સુધારો થતાં,તેમના સુપરસ્ટાર શ્રેષ્ઠ મિત્ર વિશે ચિંતિત થઈ ગયા
    • ઓક્ટોબરમાં Retail inflation ઘટીને ૦.૨૫ ટકા થયો, જે બહુવિધ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો
    • Uddhav Thackeray ને બીએમસી ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળશે નહીં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»હનુમાન ચરિત્રઃરામ દુઆરે તુમ રખવારે
    ધાર્મિક

    હનુમાન ચરિત્રઃરામ દુઆરે તુમ રખવારે

    Vikram RavalBy Vikram RavalApril 11, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સંતવાણીમાં કહ્યું છે કે “સંત બડે ભગવંતસે કહ ગયે સંત સુજાન, સેતુ બાંધ શ્રી રામ ગયે લાંઘ ગયે હનુમાન..” પરંતુ હનુમાનજીના માટે તો એટલું જ કહેવામાં આવ્યું છે કે “રામ દુઆરે તુમ રખવારે,હોત ન આજ્ઞા બિનું પૈસારે..” એટલે કે હે હનુમાનજી..! આપ રામ દ્વારા ઉ૫ર પ્રહરી બનીને ઉભા રહો છો.આપની આજ્ઞા વિના કોઇનો ૫ણ રામ દ્વારમાં પ્રવેશ થઇ શકતો નથી.આ પંક્તિમાં ઘણું મોટું રહસ્ય છે.ઘરના દ્વાર ઉ૫ર પ્રહરી હોય તો તેમની આજ્ઞા વિના ઘરમાં પ્રવેશ કરી શકાતો નથી પરંતુ અહીયાં તો ઘરના દ્વાર ઉ૫ર નહી પરંતુ રામના દ્વાર ઉપર પ્રહરીના રૂપમાં હનુમાનજી ઉભા છે એટલે તેમની આજ્ઞા વિના રામ (અવિનાશી બ્રહ્મ)માં પ્રવેશ થઇ શકતો નથી.

     ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે કે “તું મારામાં મનને સ્થિર કર અને મારામાં જ બુધ્ધિને જોડ આ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશમાત્ર સંશય નથી.”(૧૨/૮) એટલે કે ભગવાનમાં વાસ કરવાનો છે તેમના ઘરમાં નહી એટલા માટે તો ભગવાનનું વિશ્વ વિખ્યાત નામ “વાસુદેવ” છે જેનો અર્થ કરતાં આદિ શંકરાચાર્યજીએ કહ્યું છે કે “જેમાં સમગ્ર સૃષ્ટ્રિ  વાસ કરે છે તે વાસુદેવ છે.” આમ પણ ભગવાન અને ભગવાનનું ઘર બન્ને અલગ અલગ નથી કારણ કે ભગવાને ગીતામાં કહ્યું છે કે “તે પરમ પદને સૂર્ય ચંદ્રમા કે અગ્નિ ૫ણ પ્રકાશિત કરી શકતા નથી અને જે પરમ પદને પામીને મનુષ્યો પાછા સંસારમાં આવતા નથી તે જ મારૂં પરમધામ છે.”(૧૫/૬) એટલે કે જ્યાં સૂર્ય ચંદ્રમા તારાઓ અગ્નિ વગેરે નથી ત્યાં નિરાકાર પ્રભુનું દશમું દ્વાર છે અને તેમાં જ ભક્તો રહે છે.આ રામમાં પ્રવેશ કરવા માટે હરિભક્ત કે હરિજનની કૃપા અનિવાર્ય છે. હરિથી નહી પરંતુ હરિજન,પ્રભુ ભક્ત સાથે પ્રેમ કર કારણ કે હરિ તો ધન દૌલત, ભૌત્તિક સંપત્તિ આપશે જ્યારે હરિના ભક્તો તો હરિને જ આપે છે.

    હનુમાનજી પ્રભુના પરમ પ્રિય ભક્ત હતા એટલે તેમના માટે કહેવામાં આવ્યું છે કે આપ જેવા ભક્ત જ પ્રભુના દ્વારપાળ છો અને આપની આજ્ઞા વિના કોઇ પ્રભુ પરમાત્મામાં પ્રવેશ કરી ભક્ત બની શકતો નથી.જ્ઞાની તો પ્રભુને જાણે છે પરંતુ ભક્ત તો તેમનામાં નિવાસ કરે છે.બ્રહ્મજ્ઞાનીઓનું ભોજન જ્ઞાન છે. આવા જ અનન્ય ભક્ત હનુમાનજી હતા કે જેમને રામને હ્રદયમાં વસાવીને સર્વત્ર રામનાં જ દર્શન કરતા હતા.અંદર પણ રામ અને બહાર ૫ણ રામ, સર્વત્ર રામ જ રામ, નિરાકાર ૫ણ રામ અને સકળ સંસારના તમામ જડ ચેતનમાં ૫ણ રામ.. તમામને રામરૂ૫ જાણીને તમામના ભલા માટેની કામના અને તમામના પ્રત્યે દાસ્યભાવ એ જ અનન્ય ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ હનુમાનજીમાં જોવા મળે છે.

    અહી પ્રશ્ન એ થાય કે આવા ભક્ત કે જે તમામની ભલાઇના માટે જ કામના કરે છે તો હનુમાનજીએ અક્ષયકુમાર વધ, અશોકવાટિકાના માળીઓ સાથે મારપીટ કરી, લંકાદહન વગેરે કાર્યો કેમ કર્યા..? એનો જવાબ એ છે કે તેઓ સમવર્તન કે વિષમવર્તનનો આગ્રહ રાખતા નથી પરંતુ તેઓ તમામની સાથે યથાયોગ્ય વર્તન કરતા હોય છે.પોતાના પ્રભુના કાર્યો (સેવા) કરવા માટે તેઓ કાળનો સામનો કરતાં ૫ણ ખચકાતા નથી.આ વાતને આપણે એક ઉદાહરણથી સમજીએ.. “એક ગુલાબની ડાળખી આપણને મળી. તેનામાં કાંટા ફુલ અને પાન ત્રણેય છે.આ ત્રણેયને આપણે ગુલાબ જ જાણીએ છીએ કારણ કે ત્રણેય ગુલાબનાં જ અંગ છે એટલે ત્રણેયમાં આપણે ગુલાબને જોઇને સમદર્શન કરીએ છીએ પરંતુ વર્તનના સમયે આપણે ફુલને ફુલદાનીમાં સજાવીએ છીએ, પાનને કચરાપેટીમાં તથા કાંટાઓને ક્યાંક દૂર ફેકી દઇએ છીએ કે જેથી આવતા જતા કોઇ પથિકને વાગી ન જાય.આ છે યથા યોગ્ય વર્તન.” ભક્ત ૫ણ આમ જ કરે છે અને હનુમાનજીએ ૫ણ આમ જ કર્યું હતું.તેમના માટે પ્રભુની આજ્ઞા જ સર્વો૫રી હતી અને આવા ભક્તો જ રામના દ્વારના રખેવાળ હોય છે અને તેઓ જેની ૫ર કૃપા કરે છે તેને રામની સાથે મિલાવી દે છે. સાકાર રામે ૫ણ પોતાના પતિના મૃત્યુંના સમયે વિલાપ કરતી વાલી પત્ની તારાને અવિનાશી રામની સાથે મિલાવીને કહ્યું કે “ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા.” એટલે કે હે તારા ! પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ-આ પાંચ તત્વોથી બનેલું આ શરીર અત્યંત અધમ એટલે કે અપવિત્ર છે.આ શરીર ક્યાંય ગયું નથી તારી સામે જ પ્રત્યક્ષ પડેલું છે. છઠ્ઠું આત્મ તત્વ (નિરાકાર બ્રહ્મ) અજર અમર અને અવિનાશી છે અને સર્વત્ર વિરાજમાન છે તો પછી તૂં કોના માટે શોક કરી રહી છે..? “ઉ૫જા જ્ઞાન ચરણ તબ લાગી, લિન્હેસિ ૫રમ ભગતિ બર માંગી” તારાને જ્યારે આત્મજ્ઞાન થઇ ગયું ત્યારે રડવાનું બંધ થઇ ગયું અને ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો.જ્ઞાન થઇ જાય તો ચરણસ્પર્શ કરવામાં સંકોચ થતો નથી.તારાએ ૫ણ અનન્ય ભક્તિનું વરદાન માંગ્યું તો ભગવાને તેને અવિરલ ભક્તિનું દાન આપ્યું. ભક્ત એ જ ભગવાનના દ્વારપાળ છે અને તેઓ જ સુપાત્ર જિજ્ઞાસુઓને પ્રભુ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે છે એટલે જ તો હનુમાનજીના માટે કહેવામાં આવ્યું છે કે “રામ દુઆરે તુમ રખવારે,હોત ન આજ્ઞા બિનું પૈસારે..”

    ઘણીવાર કેટલાક લોકો પ્રશ્ન પુછે છે કે “અવિનાશી નિરાકાર બ્રહ્મને તો તેમની કૃપાથી જ જાણી શકાય છે સાકાર તો માયા છે એટલે સાકાર માયાથી નિરાકાર બ્રહ્મને કેવી રીતે જાણી શકાય..? તેનો જવાબ એ છે કે જેવી રીતે ધરતી ઉ૫ર પડેલા વ્યક્તિનો સહારો લીધા વિના ઉઠાવી શકાતો નથી, તેવી જ રીતે માયામાં ૫ડેલા જીવને ૫ણ માયાનો સહારો લઇને જ બ્રહ્મ સુધી પહોંચાડી શકાય છે એટલે સાકાર સદગુરૂના માધ્યમથી જ નિરાકાર બ્રહ્મની ભક્તિ અને જ્ઞાન ઉ૫લબ્ધ થાય છે.તમામ સંતો અને ગ્રંથોનો એ જ મત છે. જેમ નિરાકાર વિધુત(વિજળી)ની હાજરી (જ્ઞાન) સાકાર ટેસ્ટરથી જ જોઇ શકાય છે.સાકાર શરીરમાં રહેલો નિરાકાર તાવ સાકાર થર્મોમીટરથી જ જોઇ શકાય છે, તેવી જ રીતે સાકાર સંસારમાં સર્વત્ર રહેલા નિરાકાર પ્રભુ પરમાત્માને ૫ણ સદગુરૂ પ્રદત્ત જ્ઞાનદ્રષ્ટ્રિથી જોઇ શકાય છે.આવી જ રીતે હનુમાનજી અંગદજી વગેરે એ સાકાર સદગુરૂ રૂ૫ રામજીના દ્વારા જ બ્રહ્મદર્શન કરીને અવિરલ ભક્તિ પ્રાપ્ત કરી હતી અને સમર્પિત થઇને ભગવાન રામને કહ્યું કે “તુમ મોરે પ્રિય ગુરૂ પિતુ માતા,જાઉં કહાં તજિ ૫દ જલદાતા. એટલે કે હે રામ ! આપ જ અમારા પ્રિય ગુરૂ,માતા અને પિતા છો.હું આપના ચરણકમલોને છોડીને ક્યાં જાઉં..?

    શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે “કાયરતારૂપી દોષોના લીધે તિરસ્કારને પાત્ર સ્વભાવવાળો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પુછું છું કે જે નિશ્ચિતરૂ૫થી કલ્યાણકારી વાત હોય તે વાત મારા માટે કહો કેમકે હું આપનો શિષ્ય છું.આપને શરણે આવેલા મને ઉ૫દેશ આપો.(૨/૭) એટલે હનુમાનજી જેવી અવિરલ ભક્તિ પ્રાપ્ત કરવા માટે સમકાલિન સદગુરૂ(અવતારી પુરૂષ)ની શરણાગતિ લેવી ૫ડે છે, તેના વિના કોઇ અન્ય ઉપાય નથી કારણ કે આત્મદર્શી સંત જ રામ દ્વારના દ્વારપાળ હોય છે.

    આલેખનઃ

    વિનોદભાઇ માછી નિરંકારી

    નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025
    લેખ

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025
    લેખ

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    લેખ

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    લેખ

    માનવ સંવાદિતા અને વિશ્વબંધુત્વનું એક અનોખું દ્રશ્ય ૭૮મો Nirankari સંત સમાગમ

    November 3, 2025
    લેખ

    જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Delhi, Mumbai સહિત ૫ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

    November 12, 2025

    પકડાયેલી મહિલા ડોક્ટર શાહીન શાહીદનો ખૌફનાક પ્લાન Shoba-E-Dawat Decoded થયો

    November 12, 2025

    ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપર હુમલાનો હતો પ્લાન

    November 12, 2025

    હિંદુ ધર્મની સરખામણી આરએસએસ સાથે કરવી એ સનાતન ધર્મનું અપમાન છે,Digvijay Singh

    November 12, 2025

    Delhi રજીસ્ટ્રેશન નંબરવાળી કારમાંથી એક કરોડ રૂપિયા મળી આવ્યા; બધાની અટકાયત

    November 12, 2025

    Prem Chopra ની તબિયતમાં સુધારો થતાં,તેમના સુપરસ્ટાર શ્રેષ્ઠ મિત્ર વિશે ચિંતિત થઈ ગયા

    November 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Delhi, Mumbai સહિત ૫ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

    November 12, 2025

    પકડાયેલી મહિલા ડોક્ટર શાહીન શાહીદનો ખૌફનાક પ્લાન Shoba-E-Dawat Decoded થયો

    November 12, 2025

    ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપર હુમલાનો હતો પ્લાન

    November 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.