Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»પરમાત્મા તત્વને જે જાણે છે તેઓનામાં શું વિશેષતા હોય છે?
    લેખ

    પરમાત્મા તત્વને જે જાણે છે તેઓનામાં શું વિશેષતા હોય છે?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 29, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૧૧નું ચિંતન કરીશું જેમાં પરમાત્મા તત્વને જે જાણે છે તેઓનામાં શું વિશેષતા હોય છે? અને જેઓ યત્ન કરવા છતાં પણ પરમાત્મા તત્વને જાણતા નથી તેઓનામાં શું કમી હોય છે? તેનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે..

    યતન્તો યોગિનશ્વૈનં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ્

    યતન્તો અપિ અકૃતાત્માનો નૈનં પશ્યન્ત્યચેતસઃ   

    યત્ન કરનારા યોગીજનો પોતાના હ્રદયમાં સ્થિત આ પરમાત્મા તત્વનો અનુભવ કરે છે પરંતુ જેમને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી એવા અજ્ઞાનીજનો યત્ન કરતા રહેવા છતાં પણ આ તત્વનો અનુભવ કરી શકતા નથી.

    ભક્તિયોગ દ્વારા ૫રમાત્માને પ્રાપ્ત,નિત્ય નિરંતર ૫રમાત્મા સાથે સંયુક્ત પુરૂષનું નામ “યોગી’’ છે. વાસ્તવમાં કોઇ૫ણ મનુષ્યનો ૫રમાત્માથી ક્યારેય વિયોગ થયો નથી,છે નહી,થઇ શકતો નથી અને સંભવ પણ નથી.આ વાસ્તવિકતાનો જેને અનુભવ કર્યો તે યોગી.આવો ભક્ત ૫રમાનંદના અક્ષય–અનંત ભંડાર પ્રભુ-૫રમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરી લે છે તેથી સદાય તે સંતુષ્ટ રહે છે.સંસારી મનુષ્યને જે સંતોષ થાય છે તેની ખાત્રી થતાં અસંતોષ ઉત્પન્ન થાય છે તેથી તે હંમેશાં સંતુષ્ટ રહી શકતો નથી. 

    આ દ્રશ્યમાન જગતને બનાવનાર,ચલાવનાર અને વિનાશ કરનાર પરમાત્મા નિરાકાર છે.એક પ્રભુ પરમાત્મા જ એકમાંથી અનેક બનીને સમગ્ર સૃષ્ટિને ચલાવી રહ્યા છે.પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર અને જાણવા યોગ્ય છે.બ્રહ્મવેત્તાની કૃપાથી તેને માનવ શરીરમાં રહીને જાણી શકાય છે કેમકે બ્રહ્માનુભૂતિ જ મનુષ્યે યોનિની સાર્થકતા છે.પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરનાર વિભૂતિને સદગુરૂ કહે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમ્ ભાવ દૂર થાય છે,દાસ ભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને છે.કર્તાની જાણકારી પછી જ સંતુષ્ટિનો ભાવ આવે છે.

    પરમાત્માને ફક્ત માનવાથી કામ ચાલતું નથી.માનવું એ કલ્પના હોય છે,અસત્ય હોય છે અને જાણવું એ જ્ઞાન હોય છે,વાસ્તવિકતા હોય છે.આજે સૌથી વધુ પ્રમાણમાં લોકો પરમાત્માને જાણીને નહી પરંતુ માનીને ચાલે છે.જ્યારે તુલસીદાસજીએ કહ્યું છે કે “જાને બિનુ ન હોઇ પરતીતિ,બિનુ પરતીતિ હોઇ નહિ પ્રીતિ” જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી,વિશ્વાસ પ્રાપ્ત થાય વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્ત થયા વિના ભક્તિમાં દ્રઢતા થતી નથી. સિયારામ મય બસ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની  તેમને “જાની” ના બદલે “માની” નથી લખ્યું કેમ? કારણ કે તે જાણતા હતા કે જાણવામાં અને માનવામાં સત્ય-અસત્ય, દિવસ-રાત અને આકાશ-પાતાળ જેટલું અંતર છે.

    જેનો એકમાત્ર ઉદ્દેશ્ય પરમાત્માતત્વને પ્રાપ્ત કરવાનો છે તેઓનામાં અસંગતા-નિર્મમતા અને નિષ્કામતા આપમેળે આવી જાય છે.પરમાત્માતત્વથી સ્થળ કાળનું અંતર નથી.તે સમાનરૂપે સર્વત્ર તેમજ સદૈવ વિદ્યમાન છે તે જ સર્વ ભૂતોના હ્રદયમાં સ્થિત સર્વના આત્મા છે એટલા માટે યોગી લોકો પોતાની જાતમાં જ આ તત્વનો અનુભવ કરી લે છે.

    સત્તા બે પ્રકારની હોય છેઃવિકારી અને સ્વતઃસિદ્ધ. જે સત્તા ઉત્પન્ન થયા પછી પ્રતિત થાય છે તે વિકારી સત્તા કહેવાય છે અને જે સત્તા ક્યારેય ઉત્પન્ન થતી નથી પરંતુ હંમેશાં અનાદિકાળથી જેમ છે તેમ રહે છે તે સ્વતઃસિદ્ધ સત્તા કહેવાય છે.આ દ્રષ્ટિએ સંસાર તેમજ શરીરની સત્તા વિકારી અને પરમાત્મા તેમજ આત્માની સત્તા સ્વતઃસિદ્ધ છે.

    જીવે ભગવત્પ્રદત્ત વિવેકનો અનાદર કરીને જડ શરીરને હું અને મારૂં માની શરીર સાથે સબંધ માની લીધો આ જ જીવના બંધનનું કારણ છે.આ સબંધ એટલો દ્રઢ છે કે મરવા છતાં છુટતો નથી અને કાચો એટલો છે કે જ્યારે ઇચ્છે ત્યારે છોડી શકાય છે.વ્યષ્ટિમાં સમષ્ટિ અને સમષ્ટિમાં વ્યષ્ટિ રહેલી છે.જેમ સમુદ્ર અને લહેરો બંન્નેને એકબીજાથી અલગ કરી શકાતાં નથી તેવી જ રીતે આત્મા અને પરમાત્માને એક બીજાથી અલગ કરી શકાતાં નથી.સંસારમાં સુખાશક્તિ અને પરમાત્માથી વિમુખતા થઇ હોવાથી જ પરમાત્માનો પોતાની જાતમાં અનુભવ થતો નથી.પોતાની જાતમાં સ્થિત આત્મસ્થ પરમાત્માને જે જ્ઞાની મનુષ્યો નિરંતર દેખતા રહે છે તેમને જ શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે,બીજાને નહી.

    કાનથી સાંભળીને,મનથી મનન કરીને,બુદ્ધિથી વિચાર કરીને..વગેરે ઉપાયોથી કોઇ તત્વને જાણી શકતો નથી કારણ કે ઇન્દ્રિયો મન બુદ્ધિ સ્થળ કાળ વસ્તુ વગેરે બધાં પ્રકૃતિનાં કાર્યો છે.પ્રકૃતિના કાર્યથી તે તત્વને કેવી રીતે જાણી શકાય કે જે પ્રકૃતિથી સર્વથા અતિત છે.આમ પ્રકૃતિના કાર્યનો ત્યાગ (સબંધ વિચ્છેદ) કરવાથી જ તત્વની પ્રાપ્તિ થાય છે.આ પરમાત્માતત્વ ન તો પ્રવચનથી, ન બુદ્ધિથી અને ન તો બહુ સાંભળવાથી પ્રાપ્ત થઇ શકે છે.

    જેઓ પરમાત્માને પોતાના તથા પોતાને પરમાત્માના જાણે છે તે જ્ઞાનરૂપી નેત્રોવાળા યોગીલોકો શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેથી પોતાને અલગ કરીને પોતાની જાતમાં સ્થિત પરમાત્માતત્વનો અનુભવ કરી લે છે પરંતુ જેઓ શરીરને પોતાનું અને પોતાને શરીરના માને છે તે વિમૂઢ અને અકૃતાત્મા પુરૂષો શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેના દ્વારા યત્ન કરવા છતાં પણ પોતાની જાતમાં સ્થિત પરમાત્માતત્વનો અનુભવ કરી શકતા નથી.

    આત્મનિ અવસ્થિતમ્..પદમાં ભગવાને પોતાને તમામ પ્રાણીઓના આત્મામાં સ્થિત સર્વવ્યાપી બતાવ્યા છે.આનો અનુભવ કરવા ચાર વાતો દ્રઢતાપૂર્વક માની લેવી જોઇએઃપરમાત્મા અહી છે,પરમાત્મા અત્યારે છે,પરમાત્મા પોતાનામાં છે અને પરમાત્મા પોતાના છે.પરમાત્મા સર્વવ્યાપી હોવાથી અહી પણ છે. સર્વ સમયે ત્રણે કાળમાં હોવાથી અત્યારે પણ છે.સર્વમાં હોવાથી પોતાનામાં પણ છે.આ દ્રષ્ટિએ પરમાત્મા અહી હોવાથી તેમને પ્રાપ્ત કરવા માટે બીજી જગ્યાએ જવાની આવશ્યકતા નથી.અત્યારે હોવાથી એમની પ્રાપ્તિના માટે ભવિષ્યની પ્રતિક્ષા કરવાની આવશ્યકતા નથી.પોતાનામાં અંદર-બહાર ઓતપ્રોત હોવાથી એમને અન્યત્ર ખોળવાની આવશ્યકતા નથી અને પોતાના હોવાથી એમના સિવાય કોઇને પણ પોતાના માનવાની આવશ્યકતા નથી.

    જેમને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી, સંસારની વ્યક્તિ પદાર્થો વગેરેનું મહત્વ રહેલું છે અને જેઓ શરીર વગેરેને પોતાનાં માનીને તેમનાથી સુખભોગની આશા રાખે છે તે પુરૂષોને અકૃતાત્માનઃ કહેવામાં આવે છે.સત-અસતના જ્ઞાન(વિવેક)ને મહત્વ ન આપવાના કારણે એવા પુરૂષોને અચેતસઃ કહે છે. આવા પુરૂષો પરમાત્માતત્વને પ્રાપ્ત કરવા ઇચ્છે છે.પરમાત્મા જડ પદાર્થોની સહાયથી નહી પરંતુ જડતાનો ત્યાગ કરવાથી (સબંધ વિચ્છેદ) કરવાથી પ્રાપ્ત થાય છે.

    વિષયોમાં દોષદર્શન જ્ઞાનમાર્ગની સાધનાથી સંભવ બને છે.જ્ઞાની અસતનો ત્યાગ કરીને સતને ગ્રહણ કરે છે.સંસાર અને તેના તમામ ૫દાર્થો અસત અને અનિત્ય છે એવું માનીને જ્ઞાની પોતાના મનને વિષયોન્મુખ થવા દેતા નથી.જે જ્ઞાની હોય છે જેમને સદગુરૂની કૃપાથી પ્રભુ ૫રમાત્માની ઓળખાણ કરી લીધી હોય છે તે આ જગતમાં રહેવા છતાં શરીરના માધ્યમથી પ્રભુ ૫રમાત્માના ધ્યાનમાં મગ્ન રહેતા હોય છે.જ્ઞાની ભક્તને અનુકૂળમાં અનુકૂળ અને પ્રતિકૂળમાં પ્રતિકૂળ ૫રિસ્થિતિ ઘટના વ્યક્તિ વસ્તુ વગેરે બધું ભગવત્સ્વરૂ૫ જ દેખાય છે.તેને અનુકૂળ પ્રતિકૂળ ૫રિસ્થિતિમાં ફક્ત ભગવત લીલા જ દેખાય છે.જ્ઞાની ભક્તોમાં સહેજ૫ણ કોઇ ઇચ્છા હોતી નથી તેઓ ફક્ત ભગવાનના પ્રેમમાં જ મસ્ત રહે છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026
    લેખ

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    લેખ

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ

    April 18, 2026
    લેખ

    DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ

    April 18, 2026
    લેખ

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026
    ધાર્મિક

    જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે, મનને ચંચળ બનાવે છે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.