Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ

    September 2, 2026

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026

    Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ
    • Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ
    • Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ
    • Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા
    • Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ
    • Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું
    • Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી
    • Vadodara: ૧૦.૨૦ લાખના સીગારેટના કેસમાં બે ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.
    રાષ્ટ્રીય

    દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.02

    સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશના અનેક રાજ્યોમાં આકાશી આફતે હાહાકાર મચાવ્યો છે. ઉત્તરાખંડ, આસામ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં મૂશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂર, ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાની ઘટનાઓમાં ઉત્તરાખંડમાં 7 અને આસામમાં 4 લોકો સહિત અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે

    ઉત્તરાખંડના અલ્મોડા, બાગેશ્વર, ટિહરી, નૈનીતાલ અને પૌડી જેવા જિલ્લાઓમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. અલ્મોડાના ઉદયુડા ગામમાં મકાન પર કાટમાળ પડતાં બે મહિલાઓ અને એક બાળકનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઘટનામાં નેપાળના બે મજૂરોના કાટમાળ નીચે દટાઈ જવાથી મોત થયા છે. પૌડીના કોટદ્વારમાં કોલ્હૂ નદીના તેજ વહાવમાં તણાઈ જવાથી ૨૬ વર્ષીય મા અને તેની દોઢ વર્ષની પુત્રીનું કરૂણ મોત નીપજ્યું છે.

    રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 3 નેશનલ હાઇવે સહિત 172 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. બાગેશ્વરમાં NH-109 બંધ થતાં એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો કલાકો સુધી અટવાયા હતા. સતત વરસાદને પગલે સોનપ્રયાગ ખાતે કેદારનાથ યાત્રા અટકાવી દેવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી નૈનીતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર અને પિથોરાગઢમાં શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાના આદેશ અપાયા છે.આસામના ગુવાહાટીમાં ભૂસ્ખલનની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મથઘરિયા વિસ્તારમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના દંપતી અને તેમની 11 વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક ઘટનામાં 65 વર્ષીય વૃદ્ધનું મોત થતાં આસામમાં કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે.

    ઝારખંડમાં હવામાન વિભાગે ભારે વરસાદને પગલે 10 જિલ્લાઓમાં ‘ફ્લેશ ફ્લડ’ (અચાનક પૂર)ની ચેતવણી જારી કરી છે. ગઢવા, પલામૂ, સિમડેગા અને પશ્ચિમ સિંહભૂમ માટે રેડ એલર્ટ જ્યારે લાતેહાર, લોહરદગા અને ગુમલા જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પૂર્વ સિંહભૂમના ડુમરિયામાં સૌથી વધુ 217 મીમી વરસાદ નોંધાયો છે. જમશેદપુરમાં ખરકઈ અને સ્વર્ણરેખા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સ્થિતિને જોતાં ગઢવામાં 2 અને 3 સપ્ટેમ્બરના રોજ તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે.

    Heavy-rains
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક
    Next Article Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ

    September 2, 2026
    રાષ્ટ્રીય

    આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Commercial LPG માં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું

    September 2, 2026
    મુખ્ય સમાચાર

    GST ની આવક રૂ. બે લાખ કરોડ : ઓગસ્ટ 2025 કરતાં 14.8 ટકા વધુ

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Delhiના ચર્ચિત કશ્મીરી ગેટ બસ સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મહત્ત્વના ફોરેન્સિક પુરાવા હાથ લાગ્યા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,090
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,750
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 12:45
    Categories
    Latest News

    Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ

    September 2, 2026

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026

    Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ

    September 2, 2026

    Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા

    September 2, 2026

    Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ

    September 2, 2026

    Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું

    September 2, 2026
    Search
    Main News

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026

    Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ

    September 2, 2026

    દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.

    September 2, 2026

    આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક

    September 2, 2026

    Commercial LPG માં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ

    September 2, 2026

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026

    Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.