Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા
    • 29 એપ્રિલનું પંચાંગ
    • 29 એપ્રિલનું રાશિફળ
    • 29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”
    • જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.
    • ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!
    • તંત્રી લેખ…સંતુલન પર આધારિત વેપાર કરાર
    • શાહરૂખ-સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે Aamir Khan
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ઐતિહાસિક તરણેતરનાં મેળાનો પ્રારંભ : ગુરૂવારે CM ની ઉપસ્થિતિ
    સૌરાષ્ટ્ર

    ઐતિહાસિક તરણેતરનાં મેળાનો પ્રારંભ : ગુરૂવારે CM ની ઉપસ્થિતિ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar, તા. 26
    સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજ થી છઠ્ઠ સુધી એટલે કે તા. 26 થી 29 ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ લોકમેળામાં ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ) તા. 26 ઓગસ્ટના આજરોજ પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં સવારે 09.30 કલાકે ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવ્યું હતું.

    ત્યારબાદ સવારે 10.30 કલાકે દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્દઘાટન મંત્રીઓના હસ્તે કરવામાં આવેલ. ગ્રામ પંચાયત દ્વારા રાત્રે 09:30 કલાકે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

    ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી તા. 27 ઓગસ્ટના રોજ સાંજે 5:30 કલાકે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત 1008 મહામંડલેશ્વર પૂ. નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે. આ દિવસે રાત્રે 9:00 કલાકે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે.

    ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી) તા. 28 ઓગસ્ટના રોજ સવારે 06.30 કલાકે મહંત દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે. સવારે 8.30 કલાકે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે.

    સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ સોલંકી, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના તોરણ ટુરિસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન, ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

    મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ યોજાશે. જેમાં વિજેતાઓને ઈનામ પણ એનાયત કરવામાં આવશે. રાત્રે 09:30 કલાકે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ નિગમ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

    ભાદરવા સુદ છઠ્ઠ તા. 29 ઓગસ્ટના રોજ સવારે 07.00 કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે 12 કલાકે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

    પુરાતન પાંચાળની સોડમને ઉજાગર કરતા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલ, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય સર્વ શામજીભાઈ ચૌહાણ, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, પી.કે.પરમાર સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ સહભાગી બનશે.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી: CM

    April 28, 2026
    વ્યાપાર

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026
    મનોરંજન

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026
    મોરબી

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    રાષ્ટ્રીય

    Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

    April 28, 2026
    રાષ્ટ્રીય

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026

    29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”

    April 28, 2026

    જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.

    April 28, 2026

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.