New Delhi,તા.16
ભારતીય રેલવેમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે. કોઈ જનરલ બોગીમાં તો કોઈ એસી ક્લાસમાં સફર કરે છે. જો તમને પણ ટ્રેનથી મુસાફરી
કરવી હોય, તો તેના માટે ટ્રેન ટિકિટ લેવી જરૂરી છે, જે તમે ઑફલાઇન અથવા ઑનલાઇન બંને રીતે લઈ શકો છો.
આજના સમયમાં મોટા ભાગના લોકો ઑનલાઇન જ ટ્રેન ટિકિટ બુક કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમાં IRCTC અકાઉન્ટ જે અકાઉન્ટથી ઑનલાઇન ટ્રેન ટિકિટ બુક થાય છે તે આધાર કાર્ડ સાથે લિંક ન હોય, તો તમે ટ્રેન ટિકિટ બુક નહીં કરી શકો?
તેથી તમાં IRCTC અકાઉન્ટ તમારા આધાર કાર્ડ સાથે જરૂરથી લિંક કરાવી લો. તેની સરળ રીત નીચે જણાવવામાં આવી છે. ચાલો જાણીએ કે IRCTC અકાઉન્ટને આધાર સાથે કેવી રીતે લિંક કરવું.
નવો નિયમ શું છે?
♦ ઑનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ શરૂ થયાં પછીના પહેલાં 15 મિનિટ સુધી માત્ર એ જ લોકો ટિકિટ બુક કરી શકશે, જેમનું આધાર પ્રમાણિત છે, એટલે કે જેમનું આધાર કાર્ડ તેમનાં IRCTC અકાઉન્ટ સાથે લિંક છે
♦ 1 ઑક્ટોબર 2025થી આ નિયમ અમલમાં આવી ચૂક્યો છે
♦ હવે આધાર વેરિફાઇડ યુઝર્સને એડવાન્સ રિઝર્વેશન પિરિયડના પહેલા દિવસે સવારે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી જનરલ રિઝર્વ્ડ ટિકિટ બુક કરવાની મંજૂરી મળશે.
આધાર લિંક થયું છે કે નહીં તે કેવી રીતે ચેક કરશો?
► તમારા IRCTC અકાઉન્ટમાં ફરીથી લોગિન કરો
► જો યુઝરનેમની આગળ ગ્રીન ટિક દેખાય, તો સમજો કે આધાર સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે
► તમે `My Account’માં જઈને `Authenticate User’ વિકલ્પ પર ક્લિક કરીને પણ તમારૂ સ્ટેટસ ચેક કરી શકો છો.
આધાર કેવી રીતે લિંક કરશો?
પહેલું સ્ટેપ
♦ IRCTCની અધિકૃત વેબસાઇટ અથવા એપ પર જાઓ
♦ ત્યાં જઈને લોગિન કરો
♦ પછી `My Account’ વિભાગમાં જાઓ
♦ ત્યારબાદ `Authenticate User’ વિકલ્પ પર ક્લિક કરો
બીજો સ્ટેપ
♦ હવે તમારો આધાર નંબર અથવા Virtual ID દાખલ કરો
♦ પછી `Verify Details’ પર ક્લિક કરો
♦ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ OTP દાખલ કરો
♦ આ પછી તમાં આધાર IRCTC અકાઉન્ટ સાથે સફળતાપૂર્વક લિંક થઈ જશે

