કુટુંબિક મામાની લગ્નના હાજરી આપવા ગયેલા જામવાડી ગામના યુવાનને બે ભાઈ અને પિતા પુત્ર એ માર માર્યો
Gondal,તા.15
ગોડલ તાલુકાના વોરા કોટડા ગામે પિતરાઈ ભાઈ વચ્ચે ચાલતા મન દુખમા યુવકના લગ્નમાં આવેલા ભાણેજ પર બે મામા અને પિતા પુત્ર સહિત 4 શખ્સોએ માર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ ગોંડલ નજીક આવેલા જામવાળી ગામે રહેતા સનીભાઈ બાબુભાઈ કોળી નામના યુવાને વોરાકોટડા ગામે રહેતા સંજય છગન ગોહિલ, ચેતન છગન ગોહિલ ,ભરતપુર ઉર્ફે જમાદાર બાબુ મકવાણા અને તેનો પુત્ર લાલુ ભરત મકવાણા સહિત કોઈએ માર માર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સનીભાઈ કોળીને શિવરાજગઢ ગામે માતાજીનો માંડવો હોય તેથી તેને વોરાકોટડા ગામે રહેતા તેના કુટુંબી મામા રમેશભાઈ ગોહિલ ને ફોન કરી માંડવામા જવા માટે નક્કી કરેલ બાદ તારીખ 13 ના રાત્રે 10:00 વાગે બાઇક લઇને રમેશભાઈ વોરા કોટડા ગામે ગયેલ અને રમેશભાઈ ના ઘરે ગયેલ અને મારા કુટુંબી મામા અજય ગોહિલ ના લગ્નમાં હાજરી આપવા માટે જવું હોય તેથી મેં મારા કુટુંબી મામા રમેશ ગોહિલને વાત કરેલ કે અજય મામા નું ફુલેકુ ઘર તરફ આવે છે તેથી આપણે ત્યાં જઈને મોટું દેખાડતા આવી તેમ વાત કરેલ બાદ હું મારા કુટુંબીમામા રમેશભાઈ દીપક પાન સેન્ટરના ની દુકાન પર બાકડા પર બેસેલા હતા ત્યારે અજયભાઈ નું ફૂલેકું પૂરું થઈ ગયેલો હતો અને બાદ ત્યાં 12:15 વાગ્યાની આસપાસ અમે બંને ઘરે જતા હતા તે દરમિયાન મારા કુટુંબીમાં માં સંજય ગોહિલ અમારી પાસે આવેલો અને કહેલ કે મારો કાથલો પકડી મારી સાથે બોલાચાલી કરવા લાગે ને મને ગાળો આપવા લાગે મે ગાળો આપવાની ના પાડતા મને કહેલ કે શું અહીં બાધવા માટે આવેલ પતિ એમ કહી મારી સાથે ઝઘડો કરવા અધિનિયમ કાચની બોટલ થી માર મારેલ હતો. બાદ શૈલેષભાઈ મકવાણા અને રમેશભાઈ ને મારા માતા છોડાવેલા હતા અને બંનેને મારામારીમાં ઈજા પહોંચતા સારવાર થઈ ગોંડલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તાલુકા પોલીસ મથકના સ્ટાફને જાણ થતા દોડી આવી બે ભાઈ અને પિતા પુત્ર છે ક્યારે શખ્સો સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે