Mumbai,તા.23
ICC T20 World Cup 2026, Super 8 Match, India vs South Africa : ટી20 વર્લ્ડકપ-2026ની સુપર-8 મેચમાં આજે ભારતની દક્ષિણ આફ્રિકા સામે 76 રને પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, જેમાં તેણે 20 ઓવરમાં સાત વિકેટે 187 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 18.5 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સે દમદાર બેટિંગના કારણે ટીમ મજબૂત સ્કોર ઉભો કરી શકી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ સુપર-8 મેચોની ત્રણ મેચમાંથી એક મેચ જીતી લીધી છે, જ્યારે ભારત ત્રણ મેચોમાંથી એક મેચ ગુમાવી દીધી છે. જે ટીમ બે મેચ જીતશે તે સેમિફાઈનલમાં પહોંચી શકશે.સાઉથ આફ્રિકાના સ્કોરની વાત કરીએ તો, ઓપનિંગમાં આવેલા એડન માર્કરામ ચાર રને, ક્વિન્ટન ડી કોક 6 રને અને રયાન રિકેલટન માત્ર સાત રને આઉટ થયા હતા, ત્યારબાદ ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સે દમદાર બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી લઈ ગઈ હતી. બ્રેવિસે 29 બોલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સ સાથે 45 રન, મિલરે 35 બોલમાં સાત ફોર અને ત્રણ સિક્સ સાથે 63 રન, જ્યારે સ્ટબ્સે 24 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સ સાથે અણનમ 44 રન નોંધાવ્યા હતા. જ્યારે માર્કો જાનસેને બે રન, કોર્બિન બોશે પાંચ રન અને કાગીસો રબાડાએ અણનમ શૂન્ય રન નોંધાવ્યા હતા.ભારત તરફથી સૌથી વધુ જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે બે વિકેટ, વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ એક-એક વિકેટ ખેરવી હતી. સૌથી વધુ દુબેએ બે ઓવરમાં 32 રન આપ્યા હતા, તો હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 45 રન આપ્યા હતા.

