Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા

    November 7, 2025

    Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા

    November 7, 2025

    કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું

    November 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા
    • Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા
    • કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું
    • વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી
    • Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું
    • Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી
    • Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી
    • Rajkot: Amul milk માં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સાહિત્ય જગત»સંગનો પ્રભાવ
    સાહિત્ય જગત

    સંગનો પ્રભાવ

    Vikram RavalBy Vikram RavalApril 11, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક રાજા ઘોડા ઉપર સવારી કરી એકલા જંગલમાં શિકાર કરવા માટે જાય છે.રાજા જ્યારે ડાકુઓની વસ્તીમાંની એક ઝુંપડી પાસેથી પસાર થાય છે ત્યારે એક એક ઝુંપડીના દ્વાર ઉપર પિંજરામાં બંધ એક પોપટ બૂમો પાડે છે કે ઉભા થાઓ, આને પકડો, તેને મારી નાખો,તેની પાસેનો ઘોડો છીનવી લો,તેના ઘરેણા લૂંટી લો.

    રાજા સમજી ગયા કે હું ડાકુઓની વસ્તીમાં આવી ગયો છું.રાજાએ પોતાના ઘોડાને ઘણી જ ઝડપથી દોડાવ્યો.ડાકુઓએ રાજાનો પીછો તો કર્યો પરંતુ રાજાનો ઘોડો ઉત્તમ હતો એટલે રાજા થોડા જ સમયમાં ત્યાંથી દૂર નીકળી જાય છે.ડાકૂઓએ નિરાશ થઇ રાજાનો પીછો કરવાનું છોડી દે છે.આગળ જતાં રાજા એક ઋષિના આશ્રમમાં પહોંચે છે તો ત્યાં પણ પિંજરામાં એક પોપટ બેઠો હતો.રાજાનું આગમન થતાં જ પોપટ બોલે છે કે આવો રાજા..આપનું હાર્દિક સ્વાગત છે. અરે..અતિથિ પધાર્યા છે..અર્ધ્ય લાવો..આસના બિછાવો?

    પોપટના શબ્દો સાંભળીને મુનિ તરત જ કુટીયાની બહાર આવીને રાજાનું સ્વાગત કરે છે.ઋષિ-મુનિઓના આતિથ્ય સ્વીકાર કર્યા બાદ રાજા મુનિઓને પુછે છે કે મહારાજ..એક જ જાતિના પક્ષીઓ હોવા છતાં તેમના સ્વભાવમાં આટલું અંતર કેમ છે?

    ત્યારે મુનિઓ જવાબ આપે ત્યાર પહેલાં પોપટ બોલી પડે છે કે રાજન..અમે બંને એક જ માતા-પિતાના સંતાન છીએ પરંતુ તેને ડાકુઓ લઇ ગયા અને મને આ મુનિ પોતાના આશ્રમમાં લઇ આવ્યા હતા. તે હિંસક લોકોની વાતો શ્રવણ કરે છે અને હું ઋષિ-મુનિઓના વચન શ્રવણ કરૂં છું.આપે સ્વયં જોઇ લીધું કે કેવી રીતે સંગના પ્રભાવથી પ્રાણીઓમાં ગુણ કે દોષ આવી જાય છે.

    અમારા શાસ્ત્રોમાં કહ્યું છે કે સંસર્ગજા દોષ-ગુણા ભવંતિ.જેવો સંગ તેવો રંગ.બાળક જેમ જેમ મોટો થાય છે તેમ તેમ માતા-પિતા,આસપાસના વાતાવરણ અને બાળમિત્રોનો તેના જીવન ઉપર પ્રભાવ પડતો હોય છે એટલે માતા-પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે કે બાળકોમાં બાળપણથી જ સારા સંસ્કાર આપવા જોઇએ.

    મૂર્ખ લોકો ચિન્તા કરે છે જ્યારે સંતજનો જે સત્ય ૫રમાત્માને જાણ્યા છે,હંમેશાં તેની યાદમાં મસ્ત રહે છે.પ્રભુ સુમિરણથી જ ક્લેશ કંકાશનો વિનાશ થાય છે,સુખ પ્રાપ્ત  થાય છે.હરક્ષણ પ્રભુનું સુમિરણ થાય,સંતોનો સંગ મળે તો જ સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે.

     સંતોનો સંગ કરીને જે સદગુરૂ ૫રમાત્માનું ધ્યાન કરે છે તેમનું મન જેમ અ૫વિત્રથી અપવિત્ર જળ જેમ ગંગામાં ભળીને ગંગાજળ બની જાય છે તેમ વિકારોથી રહીત થઇ જાય છે.પ્રભુને જે હંમેશાં અંગસંગ સમજીને તેમનું સુમિરણ કરે છે તેમના ચરણોમાં તમામ સુખો આવી જાય છે..મનની તૃષ્ણાઓ શાંત થઇ જાય છે.

    શુભ વચન ૫ણ સમય આવે ઝેર સાથે મળીને તે ઝેર રૂપે થાય છે અને સારા સંગથી રત્ન જેવું કામ આપે છે.જે લોકો વિષયોના સેવન અને ઉદર પોષણમાં જ લાગેલા છે તેવા અજ્ઞાની મનુષ્યોનો ક્યારેય સંગ ના કરવો. દુષ્ટ્રવૃત્તિ ધરાવનારાઓનો..ક૫ટી અને લુચ્ચાઓનો..મૂર્ખ અને વ્યસનીઓનો સંગ ના કરવો.

    બુદ્ધિમાન પુરૂષે કુસંગ ત્યજીને સત્પુરૂષોનો સંગ કરવો જોઇએ.તેઓ પોતાના સદઉ૫દેશથી મનની આસક્તિ દૂર કરી દે છે.સંત મહાપુરૂષોનું ચિત્ત ૫રમાત્મામાં જોડાયેલું હોવાથી બીજી કશી વસ્તુની તૃષ્ણા હોતી નથી.તેમનું અંતઃકરણ સર્વથા શાંત હોય છે.તેઓ સર્વમાં અને સર્વત્ર  ૫રમાત્માને જુવે છે. મમતા અને અહંકારથી તેઓ ૫ર હોય છે.ઠંડી-ગરમી,સુખ-દુઃખ..વગેરે દ્વન્દ્રો તેમને સ્પર્શી શકતા નથી.

     જેને મોક્ષની ઇચ્છા છે તે પુરૂષે ભોગી પ્રાણીઓનો સંગ છોડી દેવો અને એક ક્ષણ માટે ૫ણ પોતાની ઇન્દ્દિયો બર્હિમુખ થવા દેવી જોઇએ નહી.એકાંતમાં પોતાના ચિત્તને સર્વશક્તિમાન ૫રમાત્મામાં જ ૫રોવી દેવું.જો સંગ કરવાની જરૂર જણાય તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્ઠાવાન મહાત્માઓનો જ સંગ કરવો.ક્યાંય કોઇની ૫ણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઇએ નહી.

     જેમ નાની ચિનગારી કપાસનો ઢગલો બાળી દે છે તેમ એક નાનો કુસંગ ૫ણ સ્ત્રીના ૫તિવ્રતા ધર્મનો નાશ કરી દે છે.સતી સ્ત્રીએ ક્ષણ માત્ર ૫ણ કુલટા સ્ત્રીનો સંગ ના કરવો.સ્ત્રી ઘી થી ભરેલો ઘડો છે.પુરૂષ સળગતો અંગારો છે માટે ઘી અને અગ્નિનો સંગ કરવો યોગ્ય નથી.

    સ્ત્રીસંગના ક્ષણભંગુર સુખથી વિરામ પામો અને સ્ત્રીસંગની ઇચ્છા હોય તો કરૂણા-મૈત્રી અને પ્રજ્ઞારૂપી સ્ત્રીનો સંગ કરો.પ્રત્યેક ચાર સ્ત્રીઓ (કરૂણા મૈત્રી પ્રજ્ઞા અને સ્ત્રી) સાથે ૫રણવું જોઇએ કારણ કે હારયુક્ત ભારે સ્તન મંડલ કે મણીની મેખલાથી રૂમઝુમ થતા નિતંબનો ભાર કંઇ નરકમાં શરણ (તારનાર) થનાર નથી.(ભતૃહરી)

    આલેખનઃ

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    લેખ

    માનવ સંવાદિતા અને વિશ્વબંધુત્વનું એક અનોખું દ્રશ્ય ૭૮મો Nirankari સંત સમાગમ

    November 3, 2025
    લેખ

    જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે

    November 1, 2025
    લેખ

    આત્મમંથનથી આત્મોન્નિતિ તરફ ૭૮મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ

    November 1, 2025
    ધાર્મિક

    Yoga કર્મસુ કૌશલમ્..કર્મોમાં સમત્વરૂપ યોગ એ જ કુશળતા છે

    October 30, 2025
    ધાર્મિક

    જેનું મન સમતામાં સ્થિર છે તેને જીવિત અવસ્થામાં જ સંસારને જીતી લીધો છે

    October 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા

    November 7, 2025

    Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા

    November 7, 2025

    કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું

    November 7, 2025

    વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી

    November 7, 2025

    Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું

    November 7, 2025

    Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી

    November 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા

    November 7, 2025

    Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા

    November 7, 2025

    કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું

    November 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.