Venezuela,તા. 5
તાજેતરમાં અમેરિકાએ કરેલા હુમલા બાદ પદભ્રષ્ટ થયેલા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ એક સામાન્ય બસ ડ્રાઇવરમાંથી દેશના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા હતા. તેમની આ યાત્રાની કહાની રોચક છે.
8 ડિસેમ્બર-2021ના દિવેસ વેનેઝુએલાના કેન્સરગ્રસ્ત રાષ્ટ્રપતિ હ્યુગો આવેજ અને તેમના નજીકના નિકોલસ માદુરો લોકો સામે ટીવી સ્ક્રીન પર આવ્યા હતા. આવેજ બે મહિના પહેલા જ હેનરિક કેપ્રિલ્સને હરાવીને ચોથીવાર રાષ્ટ્રપતિ બન્યા હતા.
ટીવી પર તેમણે બંધારણની પ્રત હાથમાં લહેરાવતા જનતાને કહ્યું હતું કે `મારું કેન્સર પાછુ આવી ગયું છે, અને પૂર્ણિમાના ચંદ્રની જેમ મારી સ્પષ્ટ અટલ અને દ્રઢ સલાહ છે કે આપ માદુરોને ચૂંટો, હું આપને દિલથી અનુરોધ કરી રહ્યો છું. જો હું ન રહ્યો તો માત્ર નિકોલસ એ યુવા લીડર્સમાંનો એક છે, જેમાં સત્તા સંભાળવાની અપાર ક્ષમતા છે.’
3 મહિના બાદ જ ચાવેજનું મૃત્યુ થઇ ગયું અને માદુરો પછીના રાષ્ટ્રપતિ બની ગયા હતા. રસપ્રદ બાબત એ છે કે ત્યારે રાષ્ટ્રપતિ પદની લાઇનમાં ચાવેજના જમાઇ પણ હતા! હવે 12 વર્ષ સત્તામાં રહ્યા બાદ માદુરો અને તેમની પત્ની અમેરિકી સૈનિકો કરાકસથી ઉઠાવીને લઇ ગયા છે. તેમના પર અમેરિકી કેદીની જેમ કેસ ચલાવવામાં આવશે.
1960ના દાયકામાં જો અમેરિકાની દરેક વ્યકિત સરેરાશ 100 રૂપિયા કમાતી હતી તો વેનેઝુએલાની દરેક વ્યકિત 12 રૂપિયા કમાતી હતી. તેલ ઉત્પાદને વેનેઝુએલાને એટલો અમીર દેશ બનાવ્યો હતો કે તેને `લેટિન અમેરિકાનું સાઉદી અરબ’ કહેવામાં આવતું હતું.
આ સમયમાં વેનેઝુએલાની રાજધાની કરાકસમાં 13 નવેમ્બર-1962માં નિકોલસ માદુરોનો જન્મ થયો હતો. બહારથી વેનેઝુએલાની જે ઝાકઝમાળ દેખાતી હતી તે અંદરથી ઘણી ખોખલી હતી. તેલથી થતી કમાણી માત્ર ઉંચા વર્ગના લોકોને મળતી હતી, દેશના મોટા ભાગના લોકો ખૂબ જ ગરીબ હતા.
માદુરોના પિતા જીસીસ નિકોલસ વર્કર્સના ટ્રેડ યુનિયન લીડર હતા.
માદુરોએ હાઇસ્કૂલનું શિક્ષણ અધવચ્ચે જ છોડી દીધું હતું. 21 વર્ષની વયે વેનેઝુએલાના લેફ્ટ લીડર રહેલા જોસ વિન્સેન્ટ રેંગલના બોડીગાર્ડ બન્યા હતા. ત્યારબાદ તેમણે બસ ચલાવવી શરૂ કરી હતી. ત્યારબાદ આગળ જતાં તેઓ ટ્રેડ યુનિયન લીડર પણ બન્યા.
1980માં ક્યુબામાં જઇને માદુરોએ પોલિટિક્લ સ્ટડીઝનો કોર્સ કર્યો હતો. અહીં લેટિન અમેરિકામાં વામપંથી નેતાઓને શિક્ષણ આપવામાં આવતું હતું. તેમના રાજનીતિક વિરોધીઓ આરોપ લગાવે છે કે ક્યુબામાં રહેવા દરમિયાન ત્યાંની ઇન્ટેલિજન્સ એજન્સીએ માદુરોને એજન્ટ તરીકે કામ પર રાખ્યો હતો.
આ એ સમય હતો જ્યારે તેલના ભાવ ઘટવાથી વેનેઝુએલામાં આર્થિક સ્થિરતા આવી ગઇ હતી. જેની સામે હ્યુગો ચાવેજે ક્રાંતિ શરૂ કરી હતી, જેઓ આગળ જઇને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બન્યા અને માદુરોના ગુરુ બન્યા. તેના પછીના વર્ષે માદુરો પણ વેનેઝુએલાની નેશનલ એસેમ્બલીના મેમ્બર બન્યા.
માદુરો એકવાર ભારતની યાત્રાએ આવેલા તે રાજનીતિક નહોતી માદુરો સત્ય સાંઇબાબાને પોતાના ગુરુ માનતા હતા. 2005માં તેઓ સાંઇબાબાના દર્શન કરવા ભારત આવ્યા હતા. માદુરોની પત્ની અલિયા ફ્લોરેન્સ પણ ચાવેજની નજીક હતી. તે આંદોલન દરમિયાન માદુરોના પરિચયમાં આવી હતી. બન્ને પતિ-પત્ની સાંઇબાબાના ભક્ત બન્યા હતા.
એપ્રિલ 2013માં ચૂંટણી થઇ ત્યારે માદુરો 50.8 ટકા વોટ સાથે વિજેતા થયા હતા. તેની સામે ચૂંટણી લડેલા હેનરિક કેપ્રિલ્સને 49 ટકા વોટ મળ્યા હતા. કેપ્રિલ્સે મત ગણતરીમાં ગરબડનો આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલાની નિપક્ષી નેતા અને 2025માં નોબેલ પીસ પ્રાઇઝ જીતનારી મારિયા મચાડો ચાવેજ માદુરોના સમયમાં સરકારના ભ્રષ્ટાચાર સામે સતત અવાજ ઉઠાવતી રહી છે.

