New Delhi,તા,18
ક્રિકેટમાં છગ્ગાની ચર્ચા ઘણી વાર થાય છે, પરંતુ ભૂલશો નહીં કે ચોગ્ગા પણ મહત્વપૂર્ણ છે. શું તમે જાણો છો કે IPL ઇતિહાસમાં કયા બેટ્સમેને સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના અનુભવી વિરાટ કોહલી યાદીમાં સૌથી આગળ છે. IPL માં 279 મેચ રમી અને 9145 રન બનાવનાર કોહલીએ આ T20 લીગમાં અત્યાર સુધી સૌથી વધુ 824 ચોગ્ગા ફટકાર્યા છે. નોંધનીય છે કે, તે IPL માં 800 ચોગ્ગા ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે…
આ પાંચ બેટ્સમેન સૌથી આગળ
બેટર. ચોક્કા. મેચ
વિરાટ કોહલી. 280. 828
શિખર ધવન. 222. 768
ડેવિડ વોર્નર. 184. 663
રોહિત શર્મા. 279. 661
અજિંક્ય રહાણે. 279. 530
ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બાબરનો દબદબો
જો આપણે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની વાત કરીએ તો સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમના નામે છે, જેમણે 477 ચોગ્ગા ફટકાર્યા છે.

