Tehran,તા.06
ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના ચાલુ રહેલા હુમલામાં યુદ્ધ વિરામની વાતચીતો વચ્ચે પણ હવાઈ હુમલામાં તેજી આવી છે અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનના શક્તિશાળી અને શિક્ષિત ગણાતા અને યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા ઈસ્લામીક રીવોલ્યુશનરી ગાર્ડના વડા મેજર જનરલ સૈયદ મજીદ ખાદેમી માર્યો ગયો છે.
ઈરાને પણ તેના ગુપ્તચર વડાનું મોત થયાનું સ્વીકાર્યુ છે. મેજર જનરલ ખાદેમીનું મોત ઈરાન માટે મોટો ફટકો છે. બીજી તરફ ઈરાને ઈઝરાયેલની હાઈફા તેલ રીફાઈનરી પર મોટો હુમલો કર્યો હતો જેમાં 2 લોકોના મોત થયા છે.
પુરા ક્ષેત્રમાં ઈરાની મિસાઈલ તથા ડ્રોન હુમલાનો વિસ્ફોટના અવાજો તથા આગ ધુમાડાના દ્રશ્યો જોવા મળ્યા હતા. હાઈફાએ ઈઝરાયેલનું સૌથી મોટુ તેલ મથક છે અને ઈરાન તેને સતત નિશાન બનાવી રહ્યું છે.

