Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
    • Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
    • Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
    • દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
    • ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
    • Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
    જામનગર

    Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalOctober 17, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રૂ. ૮૪.૩૧ લાખના ગાંજાના કેસમાં ફરાર લતીફ સમા પણ ઝડપાયો  આરોપી સામે અગાઉ ૧૨ ગુના નોંધાયા છે

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૭ઃ

    Jamnagar જિલ્લાના કાલાવડ શહેરમાં જૂની અદાવતના કારણે એક યુવાન પર છરી સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કરી ખૂનની કોશિશ કરવાના ચકચારી પ્રકરણમાં કાલાવડ ટાઉન પોલીસ, જામનગર એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમે પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી અબ્દુલલતીફ ઓસમાણભાઈ સમા રાજકોટ જિલ્લાના જસદણ પોલીસ મથકમાં નોંધાયેલા રૂ. ૮૪.૩૧ લાખથી વધુના ગાંજા સહિતના મુદ્દામાલના નાર્કોટિક્સ કેસમાં પણ ફરાર હોવાનું સામે આવ્યું છે.

    પોલીસની અખબારી યાદી મુજબ, ગત તા. ૧૩ ઓક્ટોબરની રાત્રે કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતા મનોજભાઈ દિનેશભાઈ ગોહિલ પર છરી સહિતના હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે લતીફ ઓસમાણભાઈ સમા, મુનાફ ઉર્ફે મુસાભાઈ હારૂનભાઈ ઓડીયા, સુલતાન શેખ સહિતના શખ્સો સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

    ફરિયાદની વિગતો મુજબ, ફરિયાદી મનોજભાઈના ભત્રીજા દિલીપ ગોહિલ એક યુવતીને ભગાડી ગયા હોવાના બનાવ બાદ આરોપીઓએ દિલીપને માર માર્યો હતો. આ બાબતે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વાદવિવાદ ચાલતો હતો. આ અદાવતનો ખાર રાખીને આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી છરી, ઘોકા અને પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે મનોજભાઈ પર હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. હુમલામાં મનોજભાઈને છરીના ઘા વાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે કાલાવડ ટાઉન પોલીસે બી.એન.એસ.ની કલમ ૧૦૯(૧) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

    આ ગંભીર બનાવને પગલે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીએ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી. જેના અનુસંધાને જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી.બી. ચૌધરી અને કાલાવડ ટાઉન પીઆઈ પી.ટી. જયસ્વાલ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

    પોલીસની અલગ અલગ ટીમોએ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સેલની મદદથી આરોપીઓની હિલચાલ અંગે માહિતી એકત્ર કરી હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કાલાવડ ટાઉન વિસ્તારમાં કબ્રસ્તાનના પાણીના ટાંકા નજીક સંયુક્ત ટીમોએ ઘેરાબંધી કરી પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા.

    ઝડપાયેલા પાંચ આરોપીઓનાં નામઃ(૧) અબ્દુલલતીફ ઓસમાણભાઈ સમા સંધી (ઉં.વ. ૨૯), રહે. પંજેતરનગર, કાલાવડ.(૨) મુનાફ ઉર્ફે મુસાભાઈ હારૂનભાઈ ઓડીયા, રહે. કાલાવડ.(૩) સફાન શાબીર શેખ (ઉં.વ. ૩૧), રહે. કાલાવડ નાકા બહાર, જામનગર.(૪) મહમદફૈઝલ સલીમ ભગાડ (ઉં.વ. ૨૧), રહે. વિક્ટોરિયા પુલ, બારદાનવાળા પાસે, જામનગર.(૫) સુલતાનશા કરીમશા શેખ (ઉં.વ. ૩૧), રહે. કાશ્મીરપરા, કાલાવડ.

    પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ઝડપાયેલો અબ્દુલલતીફ ઓસમાણભાઈ સમા રાજકોટ ગ્રામ્યના જસદણ પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૬ દરમિયાન નોંધાયેલા એનડીપીએસના ગુનામાં પણ ફરાર હતો. આ ગુનામાં ૧૦૮ કિલો ૩૩૧ ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. ૫૪,૧૬,૫૫૦ દર્શાવવામાં આવી છે, તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૮૪,૩૧,૫૫૦નો મુદ્દામાલ સંકળાયેલો છે. આ કેસમાં આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

    પોલીસના જણાવ્યા અનુસાર, અબ્દુલલતીફ સમા સામે કાલાવડ, જામનગર, રાજકોટ અને ખેડા જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં હત્યાના પ્રયાસ, મારામારી, લૂંટ, આર્મ્સ એક્ટ તથા એનડીપીએસ સહિતના કુલ ૧૨ ગુના અગાઉ નોંધાયેલા છે. જ્યારે અન્ય આરોપી મુનાફ ઉર્ફે મુસાભાઈ ઓડીયા સામે પણ પ્રોહિબિશન એક્ટ અને અન્ય ગુનાઓ સહિત કુલ આઠ ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

    આ સમગ્ર કાર્યવાહીમાં એલસીબી પીઆઈ વી.બી. ચૌધરી, કાલાવડ ટાઉન પીઆઈ પી.ટી. જયસ્વાલ, એલસીબી પીએસઆઈ એમ.વી. ભાટિયા, એસઓજી પીએસઆઈ એલ.એમ. ઝેર, પીએસઆઈ એ.વી. ખેર તેમજ એલસીબી, એસઓજી અને કાલાવડ ટાઉન પોલીસના સર્વેલન્સ સ્ટાફે સંયુક્ત કામગીરી કરી હતી. પાંચેય આરોપીઓ સામે કાલાવડ ટાઉન પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: બહેનને સાસરે ન મોકલતાં ભાઈનું અપહરણ કરી જીવલેણ હુમલો!
    Next Article ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: બહેનને સાસરે ન મોકલતાં ભાઈનું અપહરણ કરી જીવલેણ હુમલો!

    October 17, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડના મોટી વાવડી ગામમાં મારામારીના બનાવ અંગે બંને પક્ષની સામસામી ફરિયાદો નોંધાઈ

    October 17, 2026
    જામનગર

    Jamnagarમાં પોક્સો કેસમાં ભોગ બનનારની ઉંમર સાબિત ન થતાં આરોપીને રાહત, બળાત્કારના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ

    October 17, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર હત્યા-લૂંટ પ્રકરણમાં આરોપી અક્ષય મહીડા ૬ દિવસના રિમાન્ડ પર, હત્યા પાછળના કથિત કાવતરાની તપાસ તેજ

    October 17, 2026
    જામનગર

    સૈનિક સ્કૂલ બાલાચડી, Jamnagar: ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં ’સરદાર પટેલ હાઉસ’ વિજેતા

    October 17, 2026
    જામનગર

    Jamnagarમાં નિવૃત્ત પીજીવીએલ કર્મચારીની હત્યા અને લૂંટ પાછળ નીકળી ઘરની જ ’માસૂમ’!

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 17-10-2026 20:20
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026

    Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ

    October 17, 2026

    Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ

    October 17, 2026

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026
    Search
    Main News

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026

    Abhijit Deepakને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, દીપકને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા

    October 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.