Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
    • Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
    • Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
    • દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
    • ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
    • Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
    ગુજરાત

    ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani

    Vikram RavalBy Vikram RavalOctober 17, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાતમાં સંસ્કૃતના અધ્યયન અને અધ્યાપનની સમૃદ્ધ તથા ગૌરવશાળી પરંપરા છે. આજે પડકાર પરંપરાનું સંરક્ષણ કરવાનો તો છે જ, પરંતુ પરંપરાગત વિદ્વત્તાને આધુનિક શૈક્ષણિક તકો સાથે સાંકળીને સંસ્કૃત શિક્ષણનું સક્રિય, સુલભ, સુદ્‌ઢ અને સમકાલીન માળખું ઊભું કરવાનો પણ છે. આ દિશામાં શ્રી બૃહદ્‌? ગુજરાત સંસ્કૃત પરિષદે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સંસ્કૃતના પરંપરાગત શિક્ષણને પ્રોત્સાહન આપવા, સંસ્કૃત પાઠશાળાઓના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા અને શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કૃતના અભ્યાસ પ્રત્યે રસ જગાડવાના ઉદ્દેશથી વર્ષ ૧૯૪૬માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. પરિષદનો ઇતિહાસ દર્શાવે છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ કેવી રીતે શૈક્ષણિક આંદોલનના વિકાસમાં મૂલ્યવાન યોગદાન આપી શકે છે.

    પરિષદે સંસ્કૃતની ક્રમબદ્ધ પરીક્ષાઓની વ્યવસ્થા વિકસાવી, જેના પરિણામે વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણની સાથે સંસ્કૃતનો સુવ્યવસ્થિત અભ્યાસ કરવાની તક મળી. પરિષદનું પરીક્ષા-માળખું શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને સાંકળતું હતું. આ રીતે પરંપરાગત સંસ્કૃત શિક્ષણ અને આધુનિક શિક્ષણપ્રણાલી વચ્ચે સેતુ રચવામાં મદદ મળી. પરિષદે વ્યાખ્યાનો, પરિસંવાદો, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાઓ, વૈદિક તથા ભગવદ્‌? ગીતાના પઠન, સંસ્કૃત નાટકો, વાર્તાકથન, શ્ર્‌લોકગાન અને અન્ય પ્રવૃત્તિઓનું પણ આયોજન કર્યું હતું.

    આની પાછળ સમજ સ્પષ્ટ હતી કે સંસ્કૃત માત્ર પાઠ્યપુસ્તકો કે પરીક્ષાઓ પૂરતી મર્યાદિત ભાષા ન બનવી જોઈએ; તેનો અનુભવ અભિવ્યક્તિ, સાહિત્ય, દર્શન અને સાંસ્કૃતિક સર્જનાત્મકતાની જીવંત ભાષા તરીકે થવો જોઈએ. પરિષદનું ઐતિહાસિક મહત્ત્વ ગુજરાત સરકારનો ૧૯ ઑક્ટોબર, ૧૯૮૫નો એક ઠરાવ છે, જેમાં પરિષદ્દની કેટલીક નિર્ધારિત લાયકાતોને આધુનિક શિક્ષણની ચોક્કસ લાયકાતોની સમકક્ષ માન્યતા આપવામાં આવી હતી. તેમાં પ્રથમાને એસ.એસ.સી., મધ્યમાને એચ.એસ.સી., શાસ્ત્રીને સ્નાતક, આચાર્યને અનુસ્નાતક અને શિક્ષાશાસ્ત્રીને બી.એડ.ની સમકક્ષ ગણવાનો સમાવેશ થતો હતો. જો કે, અમુક કારણોસર આ સમકક્ષતાઓની માન્યતા પરત લેવાઇ હતી તે અલગ બાબત છે.

    ટૂંકમાં, સરકાર તરફથી યોગ્ય પીઠબળ અને પ્રોત્સાહન મળે તો રાજ્યમાં સંસ્કૃત શિક્ષણને મજબૂત બનાવવામાં ચમત્કારિક પરિણામો લાવી શકાય.  હાલમાં, પરિષદ્દની મુખ્ય જરૂરિયાત એ છે કે ગુજરાત સરકાર રાજ્યની શાળાઓને પરિષદ્‌? દ્વારા સંચાલિત પરીક્ષાઓમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓને બેસવા માટે પ્રોત્સાહિત કરવા નિર્દેશ આપે. પરિષદ્દની સ્થાપના થઈ ત્યારથી ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણ નોંધપાત્ર રીતે વિકસ્યું છે.

    આજે રાજ્યમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વિવિધ યુનિવર્સિટીઓમાં સંસ્કૃત વિભાગો, પરંપરાગત પાઠશાળાઓ અને ગુરુકુળો તથા શિક્ષણ અને સંશોધન સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ કાર્યરત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી), ૨૦૨૦ પણ સંસ્કૃત સહિત ભારતીય ભાષાઓને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ નીતિગત માળખું પૂરું પાડે છે.

    આ તમામ વિકાસક્રમો શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્કૃતમાં રસ ધરાવતા અન્ય અભ્યાસુઓ માટે સંસ્કૃત શિક્ષણને વધુ સુલભ બનાવવાની તક પૂરી પાડે છે. એક સમયે ગુજરાતના સંસ્કૃત શિક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર બૃહદ્‌? ગુજરાત સંસ્કૃત પરિષદ્દને પુનર્જીવિત કરવાની અને રાજ્યના વર્તમાન શૈક્ષણિક માળખા સાથે વધુ નિકટતાથી સાંકળવાની જરૂર છે. પરિષદ્‌? હજુ પણ પોતાની રીતે વિદ્યાર્થીઓમાં આ ભારતીય શાસ્ત્રીય જ્ઞાનના ભંડારસમી સંસ્કૃત ભાષા પ્રત્યે રસ જગાડવાની પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. બોલચાલની સંસ્કૃત, વાર્તાકથન, નાટક, સંગીત, પઠન અને સંસ્કૃત ગરબા જેવી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને વધુ રસપ્રદ, સહભાગી અને જીવંત બનાવી શકાય છે. ડિજિટલ માધ્યમો પણ નવી તકો પૂરી પાડે છે. શૈક્ષણિક સામગ્રી, પ્રકાશનો અને ઐતિહાસિક દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવાની સાથે ઑનલાઇન અભ્યાસક્રમો અને પરીક્ષા સુવિધાઓ વિકસાવવામાં આવે તો પરિષદ્દની પહોંચ તેના વર્તમાન નેટવર્કની બહાર પણ વિસ્તરી શકે છે.

    રાજ્ય સરકાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય પરિષદ્દને સંસ્કૃત શિક્ષણ માટેની યોગ્ય યોજનાઓનો લાભ મેળવવા માટેની તેની પાત્રતા અંગે પણ વિચારણા કરી શકે છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને અન્ય માન્યતાપ્રાપ્ત સંસ્થાઓ સાથે શૈક્ષણિક સહયોગ દ્વારા અભ્યાસક્રમના વિકાસ, શિક્ષક તાલીમ અને મૂલ્યાંકનના ધોરણોને મજબૂત બનાવી શકાય અને સાથે સાથે પરિષદ્દનું સ્વૈચ્છિક સંસ્થાનું સ્વરૂપ પણ જાળવી શકાય છે.

    મૂળ પ્રશ્ન એ છે કે ગુજરાત પોતાની જ્ઞાનપરંપરાને ભવિષ્યમાં કેટલી અસરકારક રીતે આગળ લઈ જવા માગે છે. બૃહદ્‌? ગુજરાત સંસ્કૃત પરિષદ્‌? રાજ્યના સંસ્કૃત બોર્ડ, યુનિવર્સિટીઓ, શાળાઓ અને પરંપરાગત સંસ્થાઓ સાથે મળીને વારસા અને આધુનિક શિક્ષણ વચ્ચે ફરી એક વાર મૂલ્યવાન સેતુ બની શકે છે. ગુજરાત પાસે જરૂરી સંસ્થાઓ છે, સમૃદ્ધ બૌદ્ધિક પરંપરા છે અને અનુકૂળ નીતિગત તક પણ છે. હવે જરૂર છે એક સંકલિત પ્રયાસની, જે આ શક્તિઓને સંસ્કૃત શિક્ષણના ટકાઉ, સર્વસમાવેશક અને ભવિષ્યલક્ષી માળખામાં પરિવર્તિત કરી શકે.

    (રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણી બૃહદ્‌ ગુજરાત સંસ્કૃત પરિષદ્દના કુલપતિ છે તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ડાયરેક્ટર, કૉર્પોરેટ અફેર્સ છે.)

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
    Next Article દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં મોટી દુર્ઘટનાઃ લિફ્ટના ખાડામાં ડૂબી જતા બે માસૂમનાં મોત

    October 17, 2026
    ગુજરાત

    Amit Shah રૂપાલમાં ૮૧ ફૂટ ઊંચી શિવ પ્રતિમાનો શિલાન્યાસ કર્યો, કોલવડામાં ગરબાની રમઝટ નિહાળી

    October 17, 2026
    ગુજરાત

    Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર

    October 16, 2026
    ગુજરાત

    Kutchના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ’ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

    October 16, 2026
    અમદાવાદ

    રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ બાંધકામ સાઇટ પર શ્રમિકો માટે Food Delivery કરશે

    October 16, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં યુવતી સાથે ૧૦ દિવસ દુષ્કર્મનો આરોપઃ ઈન્સ્ટાગ્રામથી ઓળખાણ થઈ હતી

    October 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 17-10-2026 20:20
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026

    Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ

    October 17, 2026

    Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ

    October 17, 2026

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026
    Search
    Main News

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026

    Abhijit Deepakને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, દીપકને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા

    October 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.