Dhank, તા.૨૨
ગીર સોમનાથ જીલ્લામાં ભાલકા તીર્થમાં આંતર રાષ્ટ્રીય વકતા બીકે શિવાની દીદીના વિશેષ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. જેમાં કલેકટર સહિત પાંચ હજારથી વધુ લોકો હાજર રહયા હતા.
સોમનાથ કેન્દ્રના સંચાલિત કિરણદીદીએ ખુબ જહેમત સાથે સૈના સહકારથી આયોજન કરેલ હતુ. જેમાં ખાસ સેવામાં શિક્ષિકા બહેન નયનાબેન અને નવલ અપારનાથીનુ વિશેષ યોગદાન રહયુ હતુ. આ તકે ડબલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક બલદેવપુરીનુ પણ ખાસ વિશેષ સન્માન બીકે શિવાની દીદી દ્વારા કરવામાં આવ્યું હતુ જે શિક્ષક સમાજ માટે ગૌરવની વાત હતી. શિવાની દીદીએ દરેક વ્યકિતત્વમાં શિવત્વ પ્રાગટય થાય જે દરેક સ્વર્ણિમ ભારતની કમાન પોતાના હાથમાં છે. સ્વર્ણિમ ભારત નિર્માણની શરૂઆત મારાથી થાય એવા સંકલ્પો સાથે પરિવર્તન શીલ પ્રવચન આપેલ હતુ.