Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rashmika-Vijayએ ગૃહમંત્રી અમિત શાહને તેમના લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું

    February 27, 2026

    અમારા બોલરો હજુ પણ થોડુ સારુ પ્રદર્શન કરી શકયા હોત : જીત બાદ પણ Suryakumar દુઃખી

    February 27, 2026

    બે ઓવરમાં 46 રન સાથે Shivam Dubey ની બોલિંગમાં સૌથી ખરાબ પ્રદર્શન

    February 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rashmika-Vijayએ ગૃહમંત્રી અમિત શાહને તેમના લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું
    • અમારા બોલરો હજુ પણ થોડુ સારુ પ્રદર્શન કરી શકયા હોત : જીત બાદ પણ Suryakumar દુઃખી
    • બે ઓવરમાં 46 રન સાથે Shivam Dubey ની બોલિંગમાં સૌથી ખરાબ પ્રદર્શન
    • West Indies ની હારથી ભારતનો રસ્તો સરળ બન્યો : હવે વિન્ડીઝ સામે અંતિમ મેચ
    • ભારતીય cricketer Rinku Singh ના પિતા ખાનચંદ સિંહનું સ્ટેજ – 4 લીવર કેન્સરથી નિધન
    • 13 દડામાં 29 રન ઝુડયા બાદ વેસ્ટ ઇન્ડિઝની 43 રનમાં 4 વિકેટ
    • Super-8 માં ભારતનો દમદાર વિજય : ઝિમ્બાબ્વે પર 72 રનની ભવ્ય જીત
    • એસસી એસટી અને ઓબીસી માટે ફાળવાયેલા બજેટનો ઉપયોગ ન થવાના આક્ષેપો સાથે ગૃહમાંથી કોંગ્રેસનું વોક આઉટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, February 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh ના ધારાસભ્ય સંજય કોરડીયા ફરી ચર્ચામાં, ધમકી, ફેક એકાઉન્ટ બાદ હવે છેતરપિંડીનો મામલો
    સૌરાષ્ટ્ર

    Junagadh ના ધારાસભ્ય સંજય કોરડીયા ફરી ચર્ચામાં, ધમકી, ફેક એકાઉન્ટ બાદ હવે છેતરપિંડીનો મામલો

    Vikram RavalBy Vikram RavalFebruary 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadhતા.૨૬

    ધારાસભ્ય સંજય કોરડીયા હાલ ફરી સમાચારમાં આવ્યા છે. આ વખતે તેમની સાથે રૂ. ૭.૧૫ લાખની છેતરપિંડી થઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જે મામલે તેમના પીએએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોંધનીય છે કે, આ અગાઉ ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો તથા તેમના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવાયું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે ફરી એકવાર તેમની સાથે જોડાયેલો આ છેતરપિંડીનો મામલો સામે આવતા આ બાબત હાલ ચકચાર મચાવી રહી છે.

    વિગતે વાત કરીએ તો, જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા સાથે હાલ છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને જોર્જિયા દેશ જવા માટે સ્પાર્કલ હોલિડેસ કંપની મારફતે ફ્લાઈટ બુક કરાવી હતી. જોકે ઈરાન યુદ્ધના કારણે આ ફ્લાઇટ રદ થઈ હોવા છતાં કંપનીએ તેઓને રૂપિયા પરત કર્યા ન હોવાનું સામે આવ્યું છે. જે મામલે ધારાસભ્યના પીએએ રૂ. ૭.૧૫ લાખની છેતરપિંડી થઈ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે સમગ્ર મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

    નોંધનીય છે કે, ધારાસભ્ય સંજય કોરડીયા અગાઉ પણ આવી બાબતોને કારણે સમાચારમાં આવી ચૂક્યા છે. આજથી ૩ મહિના અગાઉ ડિસેમ્બર ૨૦૨૫માં તેમના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવાયું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સોએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર તેમના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આ ફેક એકાઉન્ટમાં ધારાસભ્યના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. બાદમાં આ મામલે ધારાસભ્યના પીએ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

    આ ઉપરાંત આજથી પાંચેક માસ અગાઉ ઓક્ટોબર ૨૦૨૫ના અંતમાં ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો પણ સામે આવ્યો હતો. તે સમયે ધારાસભ્ય સંજય કોરડીયાને કોઈ ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્‌સએપ કોલ આવ્યો હતો. જેમાં આશ્રમ રિનોવેશનના નામે ૩૫ લાખ રૂપિયા ખંડણી કે દાન આપવા માટે જણાવ્યું હતું અને જો એમએલએ આ દાન ન આપે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

    આ ઉપરાંત, તે શખ્સે પહેલા ૩૦ લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી અને બાદમાં પાંચ લાખ રૂપિયાની માંગ કરી હતી. મેસેજમાં ધારાસભ્યને અમદાવાદમાં આંગળિયું કરવા સૂચના આપવામાં આવી હતી. આ મેસેજ મળ્યા બાદ ધારાસભ્યએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી, જે મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રોનક ઠાકુર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા સાથે ૭.૧૫ લાખની છેતરપિંડીનો મામલો સામે આવતા આ સ્ન્છ હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Kutch border પર હવે ૨૪ કલાક મળશે વીજળી ,વાવાઝોડામાં પણ પાવર ગુલ નહીં થાય

    February 26, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval બાદલપરા ગામે નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

    February 26, 2026
    સૌરાષ્ટ્ર

    Gir Somnath જિલ્લામાં પીજીવીસીએલની બાકી બીલ વસુલાત ઝુંબેશ

    February 26, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval મહાવિદ્યાલય ખાતે પાંચ દિવસીય કાર્યશાળા યોજાઈ

    February 26, 2026
    સૌરાષ્ટ્ર

    Una દેલવાડા ગામે મંજૂર થયેલ પીએચસી સેન્ટરનું કામ શરૂ કરવા માંગ

    February 26, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar એસઓજીએ ધાંગધ્રામાંથી સૂકા ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી લીધી

    February 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rashmika-Vijayએ ગૃહમંત્રી અમિત શાહને તેમના લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું

    February 27, 2026

    અમારા બોલરો હજુ પણ થોડુ સારુ પ્રદર્શન કરી શકયા હોત : જીત બાદ પણ Suryakumar દુઃખી

    February 27, 2026

    બે ઓવરમાં 46 રન સાથે Shivam Dubey ની બોલિંગમાં સૌથી ખરાબ પ્રદર્શન

    February 27, 2026

    West Indies ની હારથી ભારતનો રસ્તો સરળ બન્યો : હવે વિન્ડીઝ સામે અંતિમ મેચ

    February 27, 2026

    ભારતીય cricketer Rinku Singh ના પિતા ખાનચંદ સિંહનું સ્ટેજ – 4 લીવર કેન્સરથી નિધન

    February 27, 2026

    13 દડામાં 29 રન ઝુડયા બાદ વેસ્ટ ઇન્ડિઝની 43 રનમાં 4 વિકેટ

    February 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rashmika-Vijayએ ગૃહમંત્રી અમિત શાહને તેમના લગ્નના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું

    February 27, 2026

    અમારા બોલરો હજુ પણ થોડુ સારુ પ્રદર્શન કરી શકયા હોત : જીત બાદ પણ Suryakumar દુઃખી

    February 27, 2026

    બે ઓવરમાં 46 રન સાથે Shivam Dubey ની બોલિંગમાં સૌથી ખરાબ પ્રદર્શન

    February 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.