Una ,તા.26
ઉના તાલુકાના દેલવાડા ગામે ઘણા લાંબા સમયથી પી.એચ.સી. સેન્ટર મંજૂર થય ગયેલ છે પરંતુ પી.એચ. સી. સેન્ટરના પાયાના માર્કિંગ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર કક્ષા એથી કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતીનહી હોવાથી પાયાના માર્કિંગ બાબતે દેલવાડા ગ્રામ પંચાયત દ્વારા તારીખ 03/01/2025 ના રોજ દેલવાડા મેડિકલ ઓફિસર તથા તાલુકા હેલ્થ ઓફિસર ને તારીખ 24/01/2026 ના રોજ પત્ર લખેલ છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે.
આ બાબતે વહેલી તકે તપાસ હાથ ધરી પી.એચ.સી. સેન્ટરના પાયાના માર્કિંગ માટે જવાબદાર અધિકારી કે દેલવાડા પંચાયતમાં આરોગ્ય વિભાગના અધિકારીને રૂબરૂ મોકલીને માર્કિંગ કરેલ જગ્યા માંથી દેલવાડા ગ્રામ પંચાયત દ્વારા વહેલી તકે પાણીની પાઈપ લાઈન કાઢી આપવા સહમત હોવાં છતાં પણ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કોઈ જવાબદારી પૂર્વક કામગીરી કરવામાં નહીં આવતી હોવાના કારણે દેલવાડા પી.એચ.સી. સેન્ટરની ગ્રાન્ટ સરકાર ને પરત જાય તેવી સ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે આ બાબતે ગ્રામપંચાયત ના સરપંચ પ્રતિનિધિ વિજયભાઈ બાંભણીયા દ્વારા આરોગ્ય વિભાગ ની બેદરકારી સામે રજૂ આત કરાય છે

