Junagadh,તા.22
જુનાગઢ રહેતા શખ્સને વડોદરાના કરજણ ગામના રહીશ મહિલા સહિત બે પુરુષોએ શેરબજારની લાલચ આપી રૂા.43 લાખ લેવાના બાકી રૂપિયામાં જાનથી મારી નાખવાની ફોનમાં ધમકી આપી સુસાઈટ કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી ભાવીકભાઈ સુબીરભાઈ માંકડ ઉ.36 રે. ગોકુલ એપાર્ટમેન્ટ, બ્લોક નં.202 નાગર રોડ હેઠાણ ફળીયાવાળાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.9-3-25ના આરોપીઓ તેમના સંબંધીઓ જીતેશ પ્રવિણ પ્રજાપતિ, પ્રવિણભાઈ પ્રજાપતિ અને જયાબેન પ્રજાપતિ ત્રણેયે ભાવીકભાઈને સમજાવી શેરબજારમાં રોકાણની લાલચ આપી તેઓના કહેવાથી ભાવીકભાઈ માંકડે રૂપિયાનું રોકાણ કરેલ હોય જેમાં ભાવીકભાઈ માંકડને રૂા.43 લાખ જીતેશ પાસેથી લેવાના હોય જે બાકી રૂપિયા નીકળતા જેની ઉઘરાણીમાં જીતેશ તથા તેના માતા-પિતા સાથે ફોન પર વાત કરતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી સુસાઈટ કરી ખોટા કેસમાં ફસાવી લેવાની ધમકી આપતા ભાવીકભાઈ માંકડે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

