Dhoraji,તા.22
ગોંડલ નજીકનાં ભરૂડી ટોલનાકા પાસેથી એસઓજીએ રૂા.૯ લાખનાં મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થાં સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. ધોરાજીની એક મહિલાએ રાજસ્થાનનાં જોધપુરથી આ મેફેડ્રોનનો જથ્થો મંગાવ્યો હતો. તેના સહિત કુલ ચાર આરોપીઓને એસઓજીએ વોન્ટેડ દર્શાવ્યા છે.
એસઓજીનાં પીઆઇ એફ.એ.પારગી અને પીએસઆઇ જી.જે.ઝાલાએ ચોક્કસ બાતમીના આધારે ભરૂડી ટોલનાકા પાસેથી પસાર થયેલી અર્ટીગા કારને અટકાવી તલાશી લેતા ૩૦૧ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. તેની સાથે કાર, પાંચ મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂા.૧૫.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
