Johannesburg તા. 31
સાઉથ આફ્રિકાનાં સ્ટાર પેસર કાગિસો રબાડા ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. તેમની જમણી હેમસ્ટ્રિંગમાં ગંભીર ઈજા (ગે્રડ-3 ટિયર) પહોંચી છે.
31 વર્ષીય રબાડાને હવે આશરે બે મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડી શકે છે. મેડિકલ તપાસ બાદ તેમને આ સીરિઝમાંથી સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવ્યાં છે.
ટેસ્ટ સીરિઝની શરૂઆત 9 ઓક્ટોબરે ડરબનમાં થશે. આ પછી 18 અને 27 ઓક્ટોબરથી આગામી ટેસ્ટ રમાશે.
શ્રીલંકા પાસેથી યજમાની છીનવાઈ
આઈસીસીએ શ્રીલંકા પાસેથી વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર છીનવી લીધો છે. નવા યજમાન અંગેનો નિર્ણય આઈસીસીની આગામી બેઠકમાં લેવામાં આવશે.

