Kolkata,તા.5
તુર્કીયેની એક ફ્લાઈટનું કોલકાતા એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ફ્લાઈટ કાઠમંડુથી ઈસ્તંબુલ જઈ રહી હતી. સૂત્રોના જાણવ્યાં પ્રમાણે ફ્લાઈટના પાઇલટે કોલકાતા એટીસીને વિમાનના બંને એન્જિનમાં આગ લાગવાની સંભાવના હોવાની જાણ કરી હતી.
જેના કારણે કોલકાતા એરપોર્ટ પર ટર્કિશ એરલાઇન્સની ફ્લાઈટ 727નું બપોરે 2ઃ49 ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં કુલ 236 મુસાફરો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ મામલે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય અરપોર્ટે વિગતો આપતા જણાવ્યું કે, આ વિમાન હજી પણ કોલકાત એરપોર્ટ પર છે. વિમાનનું અત્યારે પરીક્ષણ કરવામા આવી રહ્યું છે.
વિમાનમાં બંને અન્જિનમાં તણખા દેખાતા કોલકાતા એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનનું કોલકાતા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ થયા બાદ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
અત્યારે કોલકાત એરપોર્ટ પર વિમાનની તપાસ થઈ રહી છે, તેમાં શું ખામી હતી તેને જાણીને વિમાનનું સમારકામ હાલમાં ચાલી રહ્યું છે. આ ફ્લાઈટના મુસાફરો અત્યારે વિમાનની રાહ જોઈને એરપોર્ટ પર બેઠા છે. આ ફ્લાઈટ ફરી કેટલા વાગે ટેકઓફ કરશે તેની એરપોર્ટ કે ટર્કિશ એરલાઈન્સ દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી.

