Khambhalia, તા. 19
ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલય “દ્વારકેશ કમલમ” ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાની સદસ્યતા અભિયાન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સદસ્યતા અભિયાનમાં યુવા મોરચાની કામગીરીની સમીક્ષા કરીને સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે કામગીરી અંગે જરૂરી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.
આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તથા જામનગર મહાનગર યુવા મોરચાના પ્રભારી હરેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા યુવા મોરચાના પ્રભારી કુલદીપસિંહ ચુડાસમા, જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ વાઢેર, મહામંત્રી આનંદભાઈ હરખાણી, દિનેશભાઈ બેલા, પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય દિલીપભાઈ ગઢવી તેમજ જિલ્લા મંડળ યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા.