એલસીબી એ દરોડો પાડી 85 બોટલ વિદેશી દારૂ અને મોબાઈલ મળી રૂપિયા 1.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
Upleta,તા.09
ઉપલેટા શહેરના કૃષ્ણ કેક ઓયલ મિલ રોડ પર આવેલી વિજય નગર સોસાયટીના એલસીબી એ દરોડો પાડી મકાનમાંથી 85 બોટલ વિદેશી દારૂ સાથે મકાન માલિક દીપુ રાઠોડની ધરપકડ કરી રૂપિયા 1.02 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની બદી પોલીસ જિલ્લા પોલીસ વડા હીમકર સિંહ આપેલી સૂચનાને પગલે એલસીબીના પી.આઈ વી વી ઓડેદરા અને પી એસ આઇ એચ સી ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધરિયો હતો ત્યારે ઉપલેટા શહેરના ધરાવતો કૃષ્ણ કેક રોડ પર આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતો દીપ ઉર્ફે ટીલ્યો કિરીટ રાઠોડ નામના શખ્સ પોતાના મકાનમાં વિદેશી નો જથ્થો છુપાવ્યો હોવાની એ.એસ.આઇ શક્તિસિંહ હેડકોન્સ્ટેબલ કૌશિકભાઇ જોશી અરવિંદસિંહ જાડેજા અને વિજયસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી 82 હજારની કિંમતની 85 બોટલ વિદેશી દારૂ સાથે મકાન માલિક દીપ કિરીટ રાઠોડની ધરપકડ કરી દારૂ અને મોબાઈલ મળી ₹1.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.