વિશાલ ઘીયા Veraval તા.૨૦
ગીર સોમનાથ એલ.સી.બી.,એસ.ઓ.જી.પો.સબ.ઇન્સ. રીનાબેન એચ.સુવા,પો.હે.કો. હિતેશભાઇ મુળાભાઇ વાળા,નરેન્દ્રભાઇ જગમાલભાઇ પટાટ, સુનિલભાઇ માંડણભાઇ સોલંકી,પો.કો.અશોકભાઈ હમીરભાઇ મોરી, પિયુષભાઇ કાનાભાઇ બારડ,રોહિતભાઇ જગમાલભાઇ ઝાલા, કરણસિંહ બાબુભાઇ ચૌહાણ,રવિભાઇ રામસીંગભાઇ ગોહિલ સહિત પો.સ્ટાફ પ્ર.પાટણ પો.સ્ટે.હદ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન
ચિરાગ નથુભાઇ રામ રહે.બાદલપરા વાળા એ અલ્ફેઝ યાસીનભાઇ ગોહેલ રહે.પ્ર.પાટણ વાળા સાથે મળી અલ્ફેઝ પોતે નોકરી કરતો હોય તે હોટેલ માં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી રૂપિયા વડે જુગાર રમતા રમાડવાની સગવડતા પુરી પાડી નાલ ઉઘરાવી આરોપીઓ ગંજી પતાના પાના વડે પૈસાની હાર જીતનો તીન પતીનો જુગાર રમી રમતા રેઇડ દરમ્યાન ચિરાગ નથુભાઇ રામ રહે.બાદલપરા,અલ્ફેઝ યાસીનભાઈ ગોહેલ રહે.પ્રભાસ પાટણ,રામ રાણાભાઇ શામળા રહે.સરોડ,તા.કેશોદ, વિજય રામજીભાઈ ડોબરીયા રહે.ભરત નાજાભાઈ ઉર્ફે નાથભાઈ જળુ રહે.માલણકા, તા.મેદરડા,હરેશ કનુભાઈ મક્કા મૈયા રહે.કરેણી તા.કેશોદ,ભરત રવજીભાઈ રાઠોડ સગર રહે.વિજાપુર તા.જૂનાગઢ વાળાઓને
રોકડ રૂા.૯૩,૭૦૦/, ગંજી પતાના પાના,મોબાઇલ ફોન નં.૮ કિં.રૂા.૮૦,૦૦૦/- તથા ફોરવ્હીલ કાર-૧ કિં.રૂા.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૪,૭૩,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓનાં વિરૂધ્ધન જુગારધારા કલમ મુજબ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.

