વિશાલ ઘીયા Veraval તા.૨૦
વેરાવળ થી હરિદ્વાર સુધીની ખાસ ટ્રેન શરૂ થયેલ ત્યારે આ ખાસ ટ્રેન નિયમિત રીતે ચલાવવામાં આવે અને ફક્ત એક મહિના સુધી મર્યાદિત ન રહે તે માટે સૌરાષ્ટ્ર પેસેંજર એસો. દ્વારા રેલવે બોર્ડ નવી દિલ્હી ને લેખિત રજૂઆત કરેલ છે.સૌરાષ્ટ્ર પેસેંજર એસો.ના જોઈન્ટ સેક્રેટરી અને પૂર્વ નગરસેવક મુકેશભાઈ ચોલેરા દ્વારા રેલવે બોર્ડ નવી દિલ્હીના અધિકારી અશ્વિની વૈષ્ણવ જી સહિતનાને કરેલ લેખિત રજૂઆત માં જણાવેલ કે, સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથ ક્ષેત્રના ધાર્મિક અને શ્રદ્ધાળુ નાગરિકો, વેરાવળ થી હરિદ્વાર સુધી ખાસ ટ્રેન શરૂ થયેલ છે. આ ટ્રેન થી પ્રદેશના શ્રદ્ધાળુઓ માટે અત્યંત ફાયદાકારક છે. હરિદ્વાર ધાર્મિક જીવનમાં એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે. આ માંગ ઘણા વર્ષોથી કરવામાં આવી રહેલ ત્યારે ટ્રેન શરૂ કરવામાં આવી છે.
આ ટ્રેન રૂટ યાત્રાળુઓ માટે ફાયદાકારક છે કારણ કે, તે સોમનાથ જ્યોતિર્લિંગ, સાલંગપુર હનુમાન મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, દેલવાડા જૈન મંદિર, અજમેર શરીફ દરગાહ, ખાટુ શ્યામ જી મંદિર અને હરિદ્વાર જેવા મુખ્ય યાત્રાધામ ને જોડે છે. તે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ ઉત્પાદક છે, ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ, મધ્ય રાજસ્થાન નું મુખ્ય શહેર અજમેર, હરિયાણાની કોર્પોરેટ રાજધાની ગુરુગ્રામ, દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (ગઈછ), ગઈ છનું મુખ્ય ઔદ્યોગિક શહેર ગાઝિયાબાદ, પશ્ચિમ ઉત્તર પ્રદેશનું વાણિજ્યિક કેન્દ્ર મેરઠ અને ઉત્તરાખંડનું ધાર્મિક અને ઔદ્યોગિક શહેર હરિદ્વારને જોડે છે. તેથી ધાર્મિક અને વ્યવસાયિક પ્રવાસીઓ બંને માટે ફાયદાકારક છે.વધુમાં, આ સીધી ટ્રેન સૌરાષ્ટ્ર થી ઉત્તર ભારત જતા પ્રવાસીઓનો સમય પણ બચાવે છે.આ રૂટ નિયમિતપણે સંપૂર્ણ બુક થયેલ છે. તેથી તેને નિયમિતપણે ચલાવવાથી ફાયદાકારક રહેનાર છે. આ ખાસ ટ્રેન નિયમિત રીતે ચલાવવામાં આવે અને ફક્ત એક મહિના સુધી મર્યાદિત ન રહે આનાથી પ્રદેશના પ્રવાસીઓને સુવિધા તો મળશે જ સાથે ધાર્મિક પર્યટનને પણ પ્રોત્સાહન મળનાર હોવાનું અંતમાં જણાવેલ છે. આ રજૂઆત ની જાણ કેન્દ્રીય મંત્રી, રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર સહિતના કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

