એક શખ્સની ધરપકડ; નાસી છૂટેલા બુટલેગરની શોધખોળ
Rajkot,તા.07
રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કાલાવાડ રોડ નજીક પી.સી.બી. ટીમે પેટ્રોલીંગ દરમિયાન દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ, કાલાવાડ રોડ પર આવેલી શ્રી હરી સોસાયટી પાસે રોડ પરથી પી.સી.બી.ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ભગવતીપરા મેઇન રોડ પર આવેલ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા કુલદીપ અશોકભાઇ બાબરીયા નામના શખ્સ પાસેથી રૂ.૨૧,૫૮૮ની કિંમતની ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો. બીજા દરોડામાં માલવીયાનગર પોલીસે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા મુકેશભાઇ ડાંગરના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી રૂ.૨૦,૭૫૨ ની કિંમતનો ૭૦ નંગ દારૂ ચપલા મળી આવ્યા હતા. દરોડા દરમિયાન મુકેશ ડાંગર હાજર મળી નહિ આવતા તેની શોધખોળ હાથ ધરી છે.

