Junagadh તા.22
શીલના ઘોડાદર ગામે મકાનમાં ક્રિકેટ મેચનો સટો રમતા શખ્સને પોલીસે ઝડપી લઈ ગુના નોંધેલ છે. શીલના ઘોડાદર ગામે રહેતો કેશુભાઈ પોતાના રહેણાક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે ક્રિકેટ મેચની આઈડી બનાવી આઈપીએલ 2026ની ટી20 ક્રિકેટ મેચ ચાલુ હોય મુંબઈ ઈન્ડીયન્સ- ગુજરાત ટાઈટન વચ્ચે ક્રિકેટ મેચ ચાલુ હતો.
ત્યારે જેમાં હાર જીત કરી તેના નાણાના હવાલા પાડી આપ લે કરી જુગાર રમી રમાડી જુગારનો અડ્ડો ચલાવતો હોય તે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે રેડ કરતા કેશુને બે મોબાઈલ રૂા.60 હજાર સાથે દબોચી લીધો હતો. જેમાં આરોપી મેરૂ રે. મેખડી અને મેંદુ રે. મુળ ચોરવાડ હાલ રાજકોટ વાળાના નામો ખુલતા ક્રાઈમ બ્રાંચ પોલીસ સબ ઈન્સપેકટર ડી.પી. ભાટીએ તપાસ હાથ ધરી છે.
જુનાગઢ જોષીપરામાં રહેતા વયોવૃધ્ધ છગનભાઈએ કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લેતા મોત નોંધાયુ હતું. બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
બીલખા રોડ પીટીસી ગ્રાઉન્ડની પાછળ રહેતા કરમણભાઈ (ઉ.54) ગત તા.12-4ના ફળીયામાં અચાનક ચકકર આવતા પડી જતા કોઈ કારણોસર મોત નોંધાતા સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

