Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?
    • ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?
    • કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર
    • Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!
    • રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી
    • Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    • Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી
    • 16 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ
    અમદાવાદ

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    Vikram RavalBy Vikram RavalJuly 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોર્ટે કસૂરવાર ઠેરવી ૬ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૨,૦૦૦નો દંડ ફટકાર્યો

    Ahmedabad, તા.૭

    શહેરના મેઘાણીનગર વિસ્તારમાં વર્ષ ૨૦૧૭માં પાનના ગલ્લા પર પાકીટને અડવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારમાં એક યુવકના પેટમાં છરાના ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના ચકચારી કેસમાં કોર્ટે મુખ્ય આરોપી વિશાલ ખેંગારભાઈ રબારીને કસૂરવાર ઠેરવી ૬ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૨,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જ્યારે પુરાવાના અભાવે સહ-આરોપી અમરતભાઈ મયજીભાઈ રબારીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. નોંધનીય છે કે, ભોગ બનનાર જુબાની આપ્યાના ગણતરીના મહિનામાં જ મૃત્યુ પામ્યો છે. આમ ચુકાદો આવ્યો તે પહેલાં ફરિયાદી જ આ દુનિયામાં નથી. ૭ જુલાઈ ૨૦૧૭ના રોજ રાત્રે આશરે સવા અગિયાર વાગ્યે ફરિયાદી અમિતકુમાર કુશ્વાહના મોટાભાઈ અખિલેશકુમાર તેમના મિત્ર સત્યપ્રકાશ મિશ્રા સાથે કુબેરનગર બંગ્લા એરિયામાં આવેલા સાંઈ પાન પાર્લર ખાતે પાન-મસાલો ખાવા ગયા હતા. આ સમયે આરોપી અમરત રબારીનો હાથ અખિલેશના પેન્ટના પાછળના ખિસ્સામાં રહેલા પાકીટ સાથે અડ્યો હતો. અખિલેશે ‘જોઈને અને સાચવીને ચાલો’ તેમ કહેતા અમરત અને વિશાલ રબારી ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી શર્ટનો કોલર પકડી લીધો હતો. આ દરમિયાન આરોપી વિશાલ રબારીએ પોતાની પાસે રહેલો તીક્ષ્ણ છરો કાઢીને અખિલેશના પેટના ભાગે બંને સાઈડ ગંભીર ઘા ઝીંકી દીધા હતા. અખિલેશને ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયા હતા, ઓપરેશન કરવું પડ્યું હતું આ મામલે મેઘાણીનગર પોલીસે વિશાલ અને અમરત રબારી સામે ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં ફરિયાદ પક્ષે એડવોકેટ કાર્તિક ભરવાડ અને બી.એન.સિંઘે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીઓને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, દસ્તાવેજી પુરાવા જોતા પણ કેસ નિઃશંક પણે પુરવાર થાય છે, આવા કિસ્સા વધી રહ્યાં છે ત્યારે સમાજમાં દાખલો બેસે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સજા કરવી જોઇએ. આવી દલીલ બાદ કોર્ટે મુખ્ય આરોપી વિશાલ રબારીને છ વર્ષની કેદની સજા ફટકારી છે. જ્યારે અમરત રબારીને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યો છે.  સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પી.બી. પટેલે ચુકાદો આપતા નોંધ્યું હતું કે, ભલે આ કેસમાં પંચ સાક્ષીઓ હોસ્ટાઈલ (ફરી ગયા) થયા હોય, પરંતુ ભોગ બનનાર અખિલેશકુમારની જુબાની અને કોર્ટ સમક્ષ આરોપીઓની કરાયેલી ઓળખ અત્યંત મજબૂત પુરાવો છે. આ ઉપરાંત સારવાર કરનાર મહિલા તબીબની જુબાની અને મેડિકલ સર્ટિફિકેટથી સાબિત થાય છે કે ઈજાઓ જીવલેણ હતી અને જો સમયસર સારવાર ન મળી હોત તો કુદરતી ક્રમમાં મૃત્યુ નીપજી શકત. ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026
    અમદાવાદ

    ગુજરાતના CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો

    July 15, 2026
    અમદાવાદ

    Ahmedabad ખાંડની વાડકી પરત કરવાને બહાને ઘરમાં ધૂસી પડોશી મહિલાએ કાંડ કરતાં ૧૦ વર્ષની સજા

    July 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘરઘાટીએ કાપડના વેપારીના ઘરમાંથી ૪૯.૬૨ લાખની મતા ચોરી કરી

    July 15, 2026
    અમદાવાદ

    Gir માં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે : નવી મંજુરી નહી

    July 15, 2026
    અમદાવાદ

    રથયાત્રા માટે Ahmedabad સજ્જ, ૩૦ હજારથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; એઆઇ, ડ્રોન અને ૧૦૦૦ બોડી કેમેરાથી નજર રહેશે

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.